________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૪
શબ્દાર્થ—આત્મ જ્ઞાનીઓની આજ્ઞાવર્ડ અગીતાર્થ મનુષ્યએ સુભક્તિશ્રદ્ધાવર્ડ ક્રમપૂર્વક સંપ્રાપ્ત શુભકર્મ સેવવું જોઇએ. આગમવડે નિર્દિષ્ટ, ચય શબ્દથી નિગમેાવડે નિર્દિષ્ટ અને દેશકાલાનુસારી જે ધર્મ કર્મ હોય તેને જ્ઞાનીઓની આજ્ઞાવડે સેવવું જોઈએ. ઉપર્યુક્ત ધર્માં કર્તવ્ય કાર્ય સેવવામાં સંશય ન કરવા જોઈએ કારણ કે શંકાશીલ પતિત થાય છે. અતએવ પૂર્ણશ્રદ્ધાખલવડેજ મનુષ્ય કર્તવ્યકર્મ કરતા છતા યને પામે છે.
વિવેચન—અગીતાર્થ અર્થાત્ ખાલમનુષ્યાએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે શુભ કર્મ કરવાં જોઈએ. આત્મજ્ઞાનીએ સ્વપર સિદ્ધાન્હાનું રહસ્ય અને વર્તમાનકાલમાં કેવી રીતે શુભકર્મ પ્રવૃત્તિ કરવી તે સારી રીતે જાણે છે. માટે તેવી દશા જેઓને જાગૃત ન થઈ હોય એવા અગીતાર્થજનાએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઇએ. ધર્મદાસગણિ ઉપદેશમાલામાં નિવેદે છે કે જ્ઞાનીઓની આજ્ઞાથી આત્મા ન્નતિ અને વિશ્વાન્નતિ કરી શકાય છે. સિદ્ધાન્તા આદિ અનેક ગ્રન્થાના અભ્યાસ કાપશ્ચાત્ દ્રવ્યક્ષેત્ર કાલભાવથી સર્વ ધર્મોની ઉત્પત્તિનાં રહેસ્યાનુ જ્ઞાન કરવું પડે છે, પશ્ચાત અનેક આત્મજ્ઞાનીઓના હૃદયના અનુભવ કરવા પડે છે, પશ્ચાત્ આત્મધ્યાનસમાધિથી આત્માનુભવના સાક્ષાત્કાર કરવા પડે છે, પશ્ચાત્ સર્વજીવાની ચાગ્યતાના અનુભવ કરવા પડે છે, તત:પશ્ચાત્ ગીતાર્થ દશા વા આત્મજ્ઞાનીની દશા સંપ્રત થાય છે. માટે તેવી દશાની પ્રાપ્તિ ન થઇ હાય ત્યાં સુધી સ્વતંત્રતા તે સ્વચ્છંદતાને પાત્ર બને છે. ગીતાથી, શાસ્ત્રોના અભ્યાસ માત્રથી બનતા નથી પરંતુ તેઓને ધ્યાન સમાધિદ્વારા આત્માના ઉંડો અનુભવ સાક્ષાતકાર કરવા પડે છે. વર્તમાનપ્રવતિતસર્વધર્માનાં રહસ્યોને અનુભવ કરવા પડે છે. વ્યાવહારિક તથા ધામિકસર્વક્રિયાઓના દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુભવ કરવા પડે છે. ત્યાર બાદ સ્વપરની ઉન્નતિનાં વાસ્તવિક કારણાના સાક્ષાત્ અનુભવ કરવા પડે છે, પશ્ચાત્ ગીતાર્થ દશાની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનનાં સર્વ વિદ્યમાન આધ્યાત્મિક શાસ્ત્રના અનુભવ કર્યાથી અને રાગદ્વેષના ઉપશમ યા પશમથી જેટલી પ્રાપ્ત થાય તેટલી વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી તથા લાફિક સમાજરાષ્ટ્ર
For Private And Personal Use Only