________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મ સ્વરૂપથી ભિન્ન છે અને જે વેળાએ તમે પિતાને શરીર વાણી મનથી ભિન્ન માને છે તે વેળાએ તમે અન્તરાત્મારૂપ છે અને પરમાત્માથી અભિન્ન છે. અન્તરાત્મા થયા વિના પરમાત્માને સાક્ષાત્કાર થતું નથી અને સ્વાત્માને પરમાત્મા રૂપ અનુભવ્યા વિના દેહાદિને અધ્યાત ટળી શકે તેમ નથી. આત્માને શરીર રૂપ માની લેવાની અજ્ઞાનતાથી સર્વે આત્માઓની સાથે અય થતું નથી. તેમજ હું તુંની વૃત્તિને નાશ થતો નથી. આત્માને સાક્ષાત્કાર અનુભવ થવાની સાથે આત્મા તે પરમાત્માના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉત્કાન્તિ કર્યા કરે છે અને અને મનુષ્ય શરીરને તે પરમાત્માનું દેવળ બનાવી દે છે. આત્માના જ્ઞાનમાં સર્વ વિર્ય તરીકે ભાસે છે એટલે તેને જ આત્મા સ્વર્યજ્ઞાની બને છે તેથી તે પુસ્તક વિના સર્વ મનુષ્યને દુઃખમાંથી મુક્ત કરવાના ઉપાયને બતાવવા સમર્થ થાય છે. આત્મામાં જ્ઞાનરૂપે વેદ ઉઘડવાથી પુસ્તકાકાર શાસ્ત્રોની આવશ્યક્તા રહેતી નથી. જ્ઞાની મહાત્માએ દેહદેવળમાં જાગતા દેવ સમાન થવાથી સર્વ મનુષ્યને યોગ્યતા પ્રમાણે ધર્મ શિક્ષણ આપે છે. આત્મા સ્વયં પરમાત્મા છે અને કર્માવરણે ટળવાથી સ્વયં પરમાત્મા થાય છે. તેની ઝાંખી કર્યા છતાં પણ વ્યવહાર અને નિશ્ચયથી તે સદ્ધર્મ કર્મ અર્થાત્ તે સધર્મનુષાનેને સેવે છે તે તે પરમાત્મા થાય છે. પરમાત્માની ભાવના થયા પશ્ચાત્ પરમાત્મામાં પરિણમન થાય એવાં ધર્મકાર્યો કરવાની જરૂર છે. ગૃહસ્થ ધર્મનાં ધર્મકાર્યો અને સાધુધર્મનાં ધર્મકર્મો કરવાથી સર્વ ની રક્ષાદિ કરી શકાય છે અને વર્તમાનમાં નવીન કર્મ ન બંધાય તથા ભવિષ્યમાં પ્રત્યાખ્યાના દિવડે નવીન કર્મ ન બંધાય એવી સંવરનિર્જરાની ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. સધર્મ ક્રિયાઓ વડે સ્વાત્માને તથા વિશ્વવતિ મનુષ્યોને શુભ ધર્મને લાભ સમર્પી શકાય છે. જ્યાં સુધી આત્માની પરમાત્મતા થાય એવી જ્ઞાનદશા તે આચારમાં અર્થાત્ સદ્ધર્મ પ્રવૃત્તિમાં ન મૂકી શકાય ત્યાં સુધી આત્માને પરમાત્મા સબંધી આત્મિક પરિણમન જ્ઞાન પ્રાપ્ત થતું નથી માટે મનુષ્યોએ વ્યવહારનય અને નિશ્ચયનયને માન આપી સધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. તીર્થકરે, પર
For Private And Personal Use Only