________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૦ કર્તવ્ય કાર્યમાં અધ્યાત્મજ્ઞાનીઓ વાસ્તવિક વિજ્યને સંપ્રાપ્ત કરી શકે છે, અધ્યાત્મજ્ઞાનીઓ મનની સમાનતા સંરક્ષીને સર્વ અશુભ ભાને સહીને વાસ્તવિક વિશ્વસમાજની સુધારણ કરી શકે છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાન સમાન કેઈ જ્ઞાન નથી અને અધ્યાત્મજ્ઞાન દાન સમાન કેઈ દાન નથી. અધ્યાત્મજ્ઞાનનાં આગમે અને અધ્યાત્મગ્રન્થ છે તેને પ્રચાર કરવાથી સત્યવિન્નતિ થઈ થાય છે અને થશે. ભારતવાસીઓની પાસે અપૂર્વ જ્ઞાન ભંડાર છે. સ્થલ વિશ્વમાં ભારતવાસીઓની મહત્તા અધ્યાત્મજ્ઞાનથી થઈ છે. થાય છે અને થશે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્માની બેલતા નષ્ટ થાય છે. વીર્યહીન દુર્બલમનુષ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શક્તા. નથી. ભારતવાસીઓમાં હાલ જે કંઈ દુર્બલતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના નષ્ટ થવાની નથી. ભારતવાસીઓ અધ્યામવિદ્યા વિના એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શક્વાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુ
ને બકે વિશ્વવતિસકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાનાં મૂલતરને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શક્તિમાં પરમેશ્વરી શક્તિને સંચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે, માટે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુ
એ અતરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. માયાનાં આવરણને દૂર કરીને આત્માની તથા વિશ્વની ગુપ્ત શક્તિને દર્શાવી આપનાં અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાત્ ત્રિભુવનના સ્વામી બનવાને ઉત્સાહ પ્રકટે છે અને સર્વ ભીતિદુઃખનાં બંધનેથી જાણે આત્મા મુક્ત થયો હોય એવો ભાસ થાય છે. આત્માથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. આ વિશ્વમાં ઈશ્વરને પ્રતિનિધિ ખરેખર શરીરસ્થ આત્મા છે. એમ અધ્યાત્મજ્ઞાનીઓને નિશ્ચય થાય છે તેથી તે આત્મતતવને અનુભવ કરીને સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર વિહારી બને છે. શાતામાં અને અશાતામાં તેઓ
For Private And Personal Use Only