________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૮
સત્તા ચલાવી શકે છે, અને સ્થલ પદાર્થોમાં અહંમમતાથી નહિ બંધાતાં તેનાપર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્માઓ પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ પ્રવૃત્તિને પિતાની પાછળ દોડાવે છે. અન્તરાત્માઓની પાછળ પાછળ છાયાની પેઠે બાહ્યાવિભૂતિ દોડી આવે છે તે પણ અન્તરાત્માઓ તેને ભોગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા તેઓ તેની ઉપેક્ષા કરે છે. બહિરાત્માઓ બાહ્યસુખને માટે સમાજ રચના કરે છે, ત્યારે અન્તરાત્માએ આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય અને દુર્ગુણેને નાશ થાય એવી દષ્ટિએ સમાજરચના, સંઘરચના કરે છે. બહિરાત્માએ પ્રભુના ભિન્ન ભિન્ન નામમાં રાગ ધારણ કરીને પ્રભુના નામભેદ અને આકૃતિના આચાર તથા વિચાર ભેદે યુદ્ધ કરે છે ત્યારે અન્તરાત્માઓ દેવગુરૂ ધર્મના નામભેદે આચારભેદે અને વિચારભેદે સાપેક્ષટષ્ટિથી તત્ત્વસાર ખેંચે છે પરંતુ એકાંત ભેદતા ધારીને ધર્મયુદ્ધ કરતા નથી. વિશ્વને એ નિયમ છે કે કઈ વખત આ વિશ્વ પર જડવાદીઓનું સામ્રાજ્ય પ્રવર્તે છે. પરંતુ જ્યારે જડવાદીઓ બાહ્યસુખમાં અત્યંત લીન થાય છે ત્યારે અન્ત પરસ્પર અહંતા મમતાથી લેશે કરે છે ત્યારે મનુષ્યનું અન્તરાત્માઓના સદુપદેશો પર કુલ લક્ષ્ય ખેંચાય છે અને જ્ઞાની મહાત્માઓના ધર્મને અનુસરીને તેઓ આત્મગુણોને પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરેપમાં અને અમેરિકા વગેરે દેશમાં જડવાદની અત્યંત વૃત્તિપ્રવૃત્તિ થઈ છે તેથી ત્યાં અધુના બાહ્યસુખે પગોમાં ત્યાંના લેકેની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેઓને જ્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટાં દુઃખેનેજ અનુભવ આવશે ત્યારે તેઓ આર્યાવર્તના મનુષ્યની પેઠે ધર્મનિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લક્ષ્ય લગાવશે. બાલ્યકાલ, યુવક અને વૃદ્ધાવસ્થાની પેઠે દરેકને ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. જડવાદ છે તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા સમાન બાહાપ્રવૃત્તિમય છે તેથી તેમાં મનની બાહ્યવિષયે—ખતા થાય એ સ્વાભાવિક છે. ભારતવાસીઓ આત્મામાં અનન્ત સુખ છે એવું માને છે. તેથી તે ભૂમિમાં પણ તેવાં આન્દોલને અનાદિ કાલથી પ્રગટે છે જેથી ધર્ણોદ્ધારક અન્તરાત્માઓને અને પરમાત્માને
For Private And Personal Use Only