________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
તત્ત્વનું સાત નયાથી સમ્યક્ સ્વરૂપ અવખાધે છે. તેમજ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, કાલ અને જીવ દ્રવ્ય એ છ દ્રવ્યને જાણે છે તેથી સ્વાત્માના ગુણાને ખીલવવાને માટે ગૃહસ્થધર્માધિકારે અને સાધુધર્માધિકારે સદ્ગુણવર્ધક ધર્મકર્મોને કરે છે. જે આત્માઓ અહિરાત્મદશા અને અન્તરાત્મદશાને ત્યાગ કરીને પરમાત્મદશાની પ્રાપ્તિ કરીને પરમાત્મા થયા છે, તેનુ અવલઅન ગ્રહીને અન્તરાત્માઓ સ્વગુણાને ખીલવે છે અને અષ્ટ કર્મની પ્રવૃતિયાને ક્ષય કરે છે. જેમ જેમ માહનીયાદિ કમાન ઉપશમ, ક્ષયાપશમ અને સર્વથા ક્ષય થતા જાય છે તેમ તેમ આત્માના જ્ઞાનાદિક ગુણ્ણાના આવિર્ભાવ થતા જાય છે. અન્તરાત્માએ વિષયની વાસનાને ટાળે છે અને બાહ્યમાં સુખની બુદ્ધિના ત્યાગકરીને આત્મામાં સુખનેા અનુભવ કરે છે તેથી તેઓ બાહ્યજીવનની અને આન્તરજીવનની ઉત્તમ પવિત્રતા કરે છે. અન્તરાત્માએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણની ખાદ્યકર્મ દશામાં રહ્યા છતાં અને તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છતાં પણ તેનું મન માહ્યમાં રસીલું નિહ બનવાથી તેઓ સંસારવ્યવહારમાં અંશે અંશે નિર્લેપ રહી શકે છે. સર્વ શક્તિઆનુ ધામ અન્તરાત્મા છે. અન્તર્યામી આત્મામાં સર્વ પદાર્થોને પ્રકાશવાની જ્ઞાનશક્તિ રહી છે. દેહાધ્યાસ, નામના અધ્યાસ, રૂપના અધ્યાસ ટાળતાં આત્માની શુદ્ધતાના અનુભવ થાય છે અને તેથી સર્વ વિશ્વના સમ્રાટ કરતાં, ઇન્દ્ર કરતાં, તે વાત્મામાં અનન્ત ગુણ વિશેષ આનન્દ અનુભવે છે. તેથી તેની દીનતા ટળી જાય છે અને અન્ત રાત્મામાં વ્યાપી રહેલા પરમાત્મપદમાં તેની લગની–એકતાનતા લાગે છે. આવી સ્થિતિને તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શક્તિયાના તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શક્તિયાને વિશ્વજીવાના કલ્યાણાર્થે વાપરે છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મનાં આવરણાથી સર્વથા અન્તરાત્માઓ મુક્ત થતા નથી તથાપિ તેએ પરમાત્માનન્દની ઝાંખી કરી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવે એકદમ અન્તરાત્માએ બની શકતા નથી. આત્મા
For Private And Personal Use Only