________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કર્મકારકની પેઠે અહિરાત્મભાવી મનુષ્ય બાહ્યવસ્તુના ભાગની આશાતૃષ્ણા વાસનાઓને પોષી પોષીને થાકી જાય છે તોપણ તેઓને ખરાં સુખ મળતાં નથી અને સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમાં કૃત કર્માનુ સારે અન્યાવતારને ધારણ કરી ત્યાં પણ અહિરાત્મષ્ટિથી ખાદ્ય પદાર્થોં સંમુખ મન કરીને ખાલકાની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની ખાળજીવે રજોગુણ અને તમા ગુણમાં રાચી માચીને અનેક પાપકમાને સમુપાર્જન કરે છે. બહિરાત્મ જીવાની એવી દુઃખમય સ્થિતિના અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતા નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થોનું વાંચન કરાય, પરંતુ યાવત્ અધ્યાત્મજ્ઞાનમાં આત્માનું પરિણામ થતું નથી, તાવત્ અવિદ્યા-અજ્ઞાનનો નાશ થતા નથી. અધ્યાત્મજ્ઞાન વિનાનું જીવન તે ખરેખર સુખમય યાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીઓ અવષેાધે છે અને મહિરાત્મીય જીવોને તે તેને સત્ય નિશ્ચય થતા નથી. તેઓ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ખાદ્ય યોગથી કર્મ ગ્રહ્યા કરે છે. અજ્ઞાની મનુષ્યા, બાહ્ય સુખની લાલસાથી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યના ક્ષય થાય છે તેને જાણી શકતા નથી. બાહ્યથી રાજ્યપદવીને ધારણ કરનારા રાજાએ હાય. પ્રધાના હોય, ડાકટરા હોય, રાણાએ હાય, સેનાપતિયા હોય પરંતુ જ્યાં સુધી ખાદ્ય પદાર્થાંમાં તેઓ સુખની આશાથી બંધાયલા છે ત્યાં સુધી તે આશા-તૃષ્ણા-વાસનાના તેઓ દાસ છે. તેએ સ્વયં દુઃખી છે. તેથી તે પરાશ્રયી હોવાથી અન્ય મનુષ્યાને સુખી કરી શકતા નથી. જેએ મહિરાત્મભાવથી ખાદ્યવસ્તુની પ્રાપ્તિ માટે મહાપાકારો કરે છે તેએ અન્ય મનુષ્યાને સ્વમમાં પણ સુખ સમર્પવાને શક્તિમાનૢ થતા નથી. માયાના અંધાર પછેડાથી બાહ્ય વસ્તુઓમાં સુખ નહિં છતાં અજ્ઞાનીઓને ખાદ્યવસ્તુએમાં સુખ ભાસે છે, તેથી તેઓ બાહ્યવસ્તુના ભાગે ભાગવવામાં સર્વ સમર્પણ કરે છે. મન વાણી અને કાયામાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં સુખી સર્વત્ર દુઃખની કલ્પનાઓના ઉત્પાદ થાય છે. મન, વાણી અને કાયાથી ભિન્ન આત્મા છે અને તે અનંત સુખમય છે.
For Private And Personal Use Only