________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિને રૂચિકર થઈ પડે તેવા ભિન્ન ભિન્ન માર્ગો હેય, એ સર્વથા ઉચિતજ છે. એક માર્ગ એક વ્યક્તિને ઈટ હોય એટલે તે અન્ય વ્યક્તિને પણ ઈષ્ટ થશેજ, એવો નિયમ છેજ નહિ, કિંતુ પ્રસંગ વિશેષે તે માર્ગ અન્ય વ્યક્તિ માટે અનિષ્ટ થઈ પડવાને પણ સંભવ હોય છે. એટલા માટે સર્વને માર્ગ એકજ હે જોઈએ, એ વાર્તા અનર્થાવહ અને અશાસ્ત્ર હોવાથી સર્વથા ત્યાજ્ય છે. જગતમાંના સર્વ લેકે કદાચિત્ કઈ કાળમાં એકજ ધર્મ અને એકજ માર્ગના થઈ જાય તે તે વેળાએ જગની દૈન્યાવસ્થાને અવધિજ થઈ જવાને. એવી સ્થિતિમાં સર્વ ધર્મને અને સર્વ વિચારેને નાશ માત્રજ થવાને. અનેકવ વિશ્વના અસ્તિત્વનું એક પ્રમુખ કારણ છે. અનેકવ-વિવિધતાના ગેજ આ વિશ્વ દશ્યતાને પ્રાપ્ત થયેલું છે. વિવિધતાને નાશ થવે એને અર્થ “પ્રલય થ” એટલે જ થાય છે. જ્યાં સૂધી વિચારોમાં વિવિધતા રહેલી છે, ત્યાં સુધીજ જગ
ના અસ્તિત્વને સંભવ છે. એટલા માટે અનેક પંથ અને અનેક મત અસ્તિત્વ ધરાવતા હોય, તેથી ભયભીત થવાનું કાંઈપણ કારણ નથી. મારી ઈષ્ટદેવતા ભિન્ન અને તમારી ઈષ્ટદેવતા ભિન્ન હય, એ સર્વથા યુક્ત જ છે. જગતમાંના અનેક ધર્મ આ ભરતભૂમિમાં આવી ગયા છે, પરંતુ તેમાંના કેઈને પણ આપણે દ્વેષ કર્યો નથી, એ ઘટના અવશ્ય સ્મરણમાં રાખવાડ્યું છે. પરંતુ કાલે કેઈ ઉઠીને એમ બેલે કે; અમુક એકજ ધર્મ સત્ય છે અને તેથી તેને જ તમારે સ્વીકાર કરે જોઈએ. તે એવા મનુષ્યને જોઈને ખરેખર આપણને હસવુંજ આવવાનું. આવા મનુષ્યને જોઈને કેવળ હસવું, એજ તેના કથનનું યોગ્ય ઉત્તર છે. કારણ કે, અમુક મનુષ્ય કેવળ આપણાથી ભિન્ન માર્ગે જનારે છે, એટલા કારણથીજ જે પિતાના માનવબંધુને નાશ કરવા ઈરછે છે, તેની સાથે ભક્તિ અને પ્રેમ ઇત્યાદિક સાત્વિક વૃત્તિઓ વિષે સંભાષણ કરવું તે અમૂલ્ય કાળને વ્યર્થ ક્ષય કર્યા સમાન જ છે. એવા મનુષ્ય કદાચિત બાહ્યતઃ પ્રેમને આવિર્ભાવ દર્શાવતા હોય, તે પણ તેમનાં હૃદયે તે પ્રેમન્યજ હોય છે. પ્રત્યેકને પિત પિતાની ઉત્કાંતિ માટે ભિન્ન માર્ગ હોય એટલું પણ જે
For Private And Personal Use Only