________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે તેથી તેઓ સંઘના સમાજના અને તેમના નેતા બને છે તે તેઓ ધર્મકલહ કરવામાં સંપૂર્ણ આત્મવીર્યને દુરૂપયેગ કરવા બાકી રાખતા નથી. જે જે ધર્મશાસ્ત્રમાં જે જે ધર્મક્રિયાઓ કથી છે તેમાંની ધર્મકિયાએ કરીને હૃદયશુદ્ધિપૂર્વક આત્માને-પ્રભુને અને ગુણોને આવિર્ભાવ કરવાને છે. તે કાર્યમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી ખામી અવધીને મધ્યસ્થભાવે પ્રવર્તવું જોઈએ. પરંતુ ધર્મક્રિયાભેદે ધર્મકલહ કરીને ભક્ત મનમાં અશાન્તિ ફેલાવવાનું કંઈ પણુ કારણું ન આપવું જોઈએ. સર્વજ્ઞ પરમાત્માની એવી આજ્ઞા છે કે ધર્મકિયા ભેદમાં મુંઝાવું નહીં અને જે જે ક્રિયાથી અહિંસાદિ ગુણોની ઉન્નતિ થાય તથા અન્તરાત્મદશાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મકિયાના ભેદોમાં સત્યતા છે અને તે અધિકારી ભેદે કરવી જોઈએ. મહાવીર પ્રભુના શાસનમાં કિયા ભેદે કલહતા ટળે અને પરસ્પર મત ગચ્છધરમાં કિયાભેદે કલેશ ઈર્ષ્યા ટળે તે તેઓની સમષ્ટિની ઉન્નતિ વિદ્યુવેગે થયા કરે, એમાં કશું આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયે વિશેષ પ્રમાણમાં પ્રગટે અને તેઓ ક્રિયામાં જે જે રાગદ્વેષના કાંટાઓ પ્રકટે છે તેઓને દૂર કરે તે કરેડે મનુષ્ય પરસ્પરને શ્રેયામાં આત્મભેગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સર્વ ધર્મક્રિયાએમાં અને પરસ્પર વિરૂદ્ધ ક્રિયા કરનારાઓ તરફ સમાનભાવ-સમભાવ ધારણ કરીને ગમે તે ગ૭મતપંથ સંપ્રદાયમાં રહે છતે અન્તથી નિર્લેપ રહી બાદથી ચિતકર્મ કરતે. છતે મુક્તિને જરૂર પામે છે. એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પરસ્પરમાં આત્મતા દેખીને શા માટે ધર્મોન્નતિ ન કરવી જોઈએ ? અલબત ધર્મોન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેદવાળાવાળી કિયાએથી, વિવિધ ધર્મપ્રવૃત્તિથી અનેક્તા દેખાતી હેય અને તેથી ભિન્ન ભિન્ન કિયાકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ દેખાતી હોય તે તેને ઉચછેદ કરવાની કંઈ પણ જરૂર નથી. આ સંબંધમાં હિંદુસન્યાસી સ્વામી વિવેકાનંદના ઉદ્દગારોને વિવેકાનન્દ વિચારમાળાના પુષ્યમાંથી નીચે પ્રમાણે ઉદ્ધત કરવામાં આવે છે.
“જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ એ કિંવદંતી સર્વથા સત્ય છે.
For Private And Personal Use Only