________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
અળસીયા વગેરેની પેઠે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાઓ તે અનેક મનુષ્ય અવકી શકાય, પરંતુ વ્યવહાર અને નિશ્ચયથી દ્રવ્ય અને ભાવથી ઉપાદાન અને નિમિત્તથી સાધનભાવ અને સાધ્યભાવથી કર્તવ્ય જે જે કર્મો હોય તેઓને કરવામાં સ્વાધિકારની ગ્યતા કેટલી છે તેને સમ્ય નિર્ણય કરી પશ્ચાત્ કર્તવ્ય કર્મમાં તટસ્થ સાક્ષીભૂત થઈને પ્રવર્તનારા, કર્મને આચરતા છતા, કષાને મન્દ કરતા છતા; અને સામાન્ય દશાથી ઉચ્ચગુણ સ્થાનક પ્રતિ પ્રગતિ કરતા હતા અને ઉપર ઉપરની ગુણસ્થાનકની એગ્યતા પામી ભિન્ન ભિન્ન ઉચ્ચ શુદ્ધ કર્તવ્ય કર્મ કરનારા વિરલ મહાત્માઓ અવેલેકી શકાય છે. એવા કર્મયેગી મહાત્માઓ, સર્વ કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ સર્વ કર્મથી વિમુક્ત થઈને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. શ્રી મહાવીર પ્રભુ જ્યારે ગૃહાવાસમાં હતા ત્યારે ત્રણજ્ઞાન છતાં ગૃહાવાસીયસ્વકર્તવ્યધર્મકર્મોને આચરતા હતા અને જ્યારે તેઓ ત્યાગાવસ્થાના અધિકારને પામ્યા ત્યારે ત્યાગમાર્ગના કર્તવ્યધર્મમાં તલ્લીન થયા અને અનેક પરિસહે વેઠી આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવી શ્રી તીર્થની સ્થાપના કરી અને તીર્થકરતરીકેના સ્વાધિકાર વિશિષ્ટસર્વધર્મકર્તવ્ય કર્મવ્યવહારને અનુસર્યા, પશ્ચાત તીર્થકરત્વને અધિકાર સમાપ્ત થતાં સિદ્ધપદને પામ્યા અને વ્યાવહારિક સર્વ કર્તવ્ય કર્મોથી અને જ્ઞાનાવરણીયાદિ અણધાકર્મોથી વિમુક્ત થયા. એ ઉપરથી અવબોધવાનું કે મનુષ્ય જે જે દશાને (અવસ્થાને) પ્રાપ્ત કરી હોય તે તે દશાના સ્વયેગ્યકર્તવ્યકર્મમાં વિવેક પૂર્વક તત્પર રહેવું, અને જ્ઞાનવૈરાગ્યબળે અન્તરથી નિર્લેપ રહી ઉપરની ઉચ્ચ અવસ્થાની દશાને પ્રાપ્ત કરવાના અધિકારી બનવું તેમજ ઉત્તરોત્તરની ઉરચાવસ્થાઓને સ્વાધિકારમાં રહી પ્રાપ્તિ કરવા અધિકારી બની સ્વકર્તવ્ય સર્વપ્રવૃત્તિ કર્યા કરવી. સ્વાધિકારે જે જે વ્યાવહારિક આવશ્યક પ્રવૃત્તિ કરવાની હોય અને તેના કરતાં અન્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાતી હોય પરંતુ તેમાં સ્વાધિકાર યેગ્યતા ન હોય અને તે કરવામાં કે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકર્મપ્રવૃત્તિને ત્યાગી, સ્વાધિકાર ભિન્ન અન્ય પ્રવૃત્તિને ગ્રહે છે તે
For Private And Personal Use Only