________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૬
ની શુદ્ધિ કરનાર અને દેશ, સમાજ, સંઘ વગેરેની ઉન્નતિ કરનારી કિયાઓ ગમે ત્યાંથી ગ્રહણ કરવી. મહાવીર પ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ એક શુભ ક્રિયાઓને સાગર છે તેના બિંદુઓ સમાન ક્રિયાઓ
જ્યાં ત્યાં હોય પણ તે અનન્તજ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેઓને સેવવી. ધાર્મિક તથા વ્યાવહારિક ક્રિયાઓની કઈ કઈ જ્ઞાન દષ્ટિથી ઉત્પત્તિ થઈ છે તેનું રહસ્ય ખરેખર આત્મજ્ઞાની અવધી શકે છે તેથી ક્રિયાના ભેદોમાં વિષમતારૂપમેહ પામ્યા વિના સમાનતાને ધારી શકે છે. દ્વૈતવાદ, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત શુદ્ધાદ્વૈત સ્યાદ્વાદ માર્ગ, ક્ષણિકવાદ, સનયવાદ, પરિણામવાદ, દષ્ટિસષ્ટિવાદ, સાંખ્યમત વગેરે મતને પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં એવી કઈ ક્રિયાની પ્રવૃત્તિ નથી કે જેને આત્મજ્ઞાનમાં સાક્ષાત્કાર ન થાય. દેશકાલ દ્રવ્યભાવથી દરેક ક્રિયા પ્રવૃત્તિની કેવી રીતે ઉત્પત્તિ થાય છે? અને પુનઃ તેને કેવી રીતે તિભાવ થાય છે? તેને આત્મજ્ઞાની અવધી શકે છે. તેથી તે અજ્ઞાતક્રિયાપ્રવૃત્તિનાં રહસ્યને પણ પ્રકટાવવા સમર્થ થાય છે. આત્મામાં અનન્ત જ્ઞાનને સાગર છે. તેમાં આત્મજ્ઞાની ધ્યાન ધરીને ડુબકી મારે છે અને તેમાં નામરૂપાદિભાવને વિલય કરી સમાધિ ભાવ પામે છે તે વખતે આત્મજ્ઞાની અનન્તસુખ સાગરની સાથે તન્મય બની જાય છે કે જેથી તેને બાહ્યનું કશું ભાન રહેતું નથી. આવી દશામાં આશરી આત્માને અનુભવદશા થાય છે. આત્માના અનન્ત જ્ઞાનસુખસાગરમાં તલ્લીન થએલા મનમાં આત્માની ઝાંખી પ્રગટે છે તેથી તે સમાધિના ઉત્થાનદશામાં નિવિકલ્પજ્ઞાનથી જે ધારે છે તેને સમ્યમ્ અનુભવ કરી શકે છે. અનેક નામથી અનેક રૂપથી આત્મામાં રહેલી પરમાત્મસત્તાને લોકો અનેક નામે અને આકૃતિઓ રૂપે સેવે છે ધ્યાવે છે. આત્મા જ પિતાનામાં સત્તામાં રહેલા પરમાત્મદેવને સિદ્ધ, બુદ્ધ, અનન્ત અવિનાશી, બ્રહ્મ અલ્લા, અરિહંત, હરિ, હર, બ્રહ્મા શક્તિ આદિ અનેક નામે અને રૂપેથી પૂજે છે અને ધાવે છે. આત્મારૂપ પરમાત્મય સર્વ જીવો હેવાથી સર્વ મનુષ્ય અને દેવતાઓ આત્મજ્ઞાન પામીને પરસ્પર વિરૂદ્ધ ક્રિયા
For Private And Personal Use Only