________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૪ અવિરૂદ્ધતાને અવકે છે તેથી તેઓને મુઝામણ હોયજ શાની? જેમ જેમ આત્મજ્ઞાનને પ્રકાશ મંદ પડવા લાગે તેમ તેમ અજ્ઞાનીઓની વૃદ્ધિ થઈ અને તેથી કિચાશેદે ગચ્છ સંપ્રદાય વાડાનાં બંધન વધવા લાગ્યાં અને તેમાં અજ્ઞાનીઓ, બકરાં ઘેટાંની પેઠે. પૂરાયા અને તેથી આમેન્નતિ, સંન્નતિ, રાન્નતિનાં દ્વાર બંધ થયાં. જે જે ક્રિયાઓથી સર્વની ઉન્નતિ થાય છે, તે તે સન્ક્રિયાઓ કથાય છે. સલ્કિયાઓના અનેક ભેદથી અનેક મનુષ્યની પેઠે સર્વત્ર સર્વોનતિ સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી અનેક જીવને સુખશાંતિ મળે છે. હૃદયની શુદ્ધિ કરનારી સર્વ ક્રિયાઓ, અનાદિ કાલની છે અને અન
. કાલપર્યત રહેશે, તેથી તેવી સલ્કિયાઓના ભેદોમાં નહિ મુઝાતાં સ્વાધિકારે વર્તવું જોઈએ. સક્રિયાઓમાં જે જે કાલે જે જે ક્ષેત્રોમાં, જે જે કારણોથી મલીનતા થઈ હોય છે તેઓને જ્ઞાનીઓ જાણે છે. અને તેથી તેઓ તેની અધીનતાને દૂર કરવા મનુષ્યોને ઉપદેશ આપે છે. શ્રી મહાવીર પ્રભુએ અઢી હજાર વર્ષ પૂર્વે હિમ યજ્ઞ વગેરેમાં હિંસામય અસત્ ક્રિયાઓને પ્રવેશ થયે હતું તેને દૂર હઠાવ્યું હતું, અને કરેડે મનુષ્યોને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓમાં એજ્યા હતા. મનુછે જ્યારે જ્ઞાનના અત્યચશિખરથી પતિત થાય છે, ત્યારે તેઓમાં પ્રમાદયોગે અસત્ ક્રિયાઓને પ્રવેશ થાય છે. અસત્ કિયાઓને બ્રહ્મસ્વરૂપ માનીને કેટલાક શુષ્ક વેદાન્તીઓએ પાપને પુણ્ય સ્વરૂપ માની મનુષ્યની પડતીમાં ભાગ લીધે છે અને તેથી તેનાં આ વરણને દૂર કરી સત્યપ્રકાશ પાડવા માટે સક્રિયાઓ સેવવાની અત્યંત આવશ્યકતા સ્વીકારાઈ છે.. કિયાનાં શાસ્ત્રાથી આત્મોન્નતિમાં સહાય મળે છે પરંતુ અજ્ઞાનીઓને તે શાસ્ત્રા ખરેખર શરૂપે પરિણમે છે. સર્વે મનુષ્ય પિતાપિતાની ક્રિયાઓને શાસસમ્મત કરાવવા પ્રયત્ન કરે છે અને તે કિયાઓને શાસ્ત્રસમ્મત કરાવી તેઓ આ ત્માના ગુણને વિકાસ કરવા પ્રયત્ન કરે તે સારૂં! પરંતુ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરી એટલે તેઓ મુક્તિ પામી ગયા એવું માનીને સર્વ પ્રકારની શુભેન્નતિ કેટલી કરી? તેને કંઈ પણ વિચાર કરતા નથી. અને વિરૂદ્ધ ક્રિયા કરનારાઓ કરતાં સ્વને શ્રેષ્ઠ માની અહંમમત્વની
For Private And Personal Use Only