________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેથી તેનું વાસ્તવિકરીત્યા કલ્યાણ થતું નથી. આત્મશક્તિનાં વિકાસ થવાનાં કારે રૂંધાય એવી કેટલીક રિદ્રિક પ્રવૃત્તિ પડી ગઈ હોય છે, તેનાથી મુક્ત થયા વિના આત્માનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાતું નથી. જે કાળમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિને વિકાસ થાય એવી કિયાઓ ગમે તે હોય તો પણું તે સર્વોપદેશસાનક છે. એ નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પર ભિન્ન ધાર્મિક ક્રિયાઓમાંથી અનન્ત સત્ય શોધવું જોઈએ અને રાગદ્વેષને ક્ષય થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગદ્વેષને ક્ષય કરવા માટે ભિન્ન ભિન્ન ગચ્છમાં-દર્શનમાં ભિન્ન ભિન્ન કિયાએ પ્રરૂપેલી હોય છે. પરંતુ તે નાની સાપેક્ષતાપૂર્વક અવધીને રાગદ્વેષ રહિત દશાએ કરવી અને પરમાત્મપદ પ્રકાશ થાય તે માટે ખાસ ઉપગ ધારણ કરે. અજ્ઞાનીઓને જેજે ક્રિયાઓથી રાગદ્વેષ હઠાવવાનું હોય છે તે તે ક્રિયાઓથી તેમને રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીઓને સંવરની કિયાઓ છે તે આસવરૂપે પરિણમે છે અને આત્મજ્ઞાનીઓને આસવની સર્વ ક્રિયાઓ સવરરૂપે પરિણામે છે. કાલના વહેવાની સાથે ધર્મકિયાઓમાં, ધર્માચારમાં અનેક પ્રકારની વૃદ્ધિ થઈ તેથી પરિણામ એ આવ્યું કે આત્મજ્ઞાનની ન્યૂનતા થવા લાગી અને તેથી સંકીર્ણતા, અસહિષ્ણુતાની વૃદ્ધિ થઈ. તેથી સમાજશક્તિની વૃદ્ધિ થતી અટકી. જે ભાષાપર હદબહાર નિયમે પડે છે તે ભાષાનું અસ્તિત્વ રહેતું નથી અને તેનું સ્થાન ખરેખર અન્યભાષા લે છે. જે રાજ્યપર હદબહાર અનેક નિયમોને બોજો પડે છે તે રાજ્યને અંતે નાશ થાય છે. જે ધર્મપરદર્શનપર અનેક ધાર્મિક ક્રિયાઓનો બેજો પડે છે તે ધર્મની વા દર્શનની પ્રગતિ અવરોધાય છે અને પૂર્ણિમાના ચદ્રની પેઠે તેને નાશ થાય છે. અએવ ધાર્મિક સામ્રાજ્યની પ્રગતિ ઈચ્છકોએ શુષ્ક-અનાવશ્યકશિઢિકકિયાઓના બંધનથી મનુષ્યને લઘુત્રલમાં, વાડાસ્માં મળી. તિઓની બુદ્ધિના વિકાસને ધ ન કરવું જોઈએ. આ પ્રમાણે વર્તન થવાથી બેબલીયન, હીબ્ર, જયુ, વગેરે અનેક ધર્મો પૃથ્વી પર શયન કરી ગયા છે. જે ધર્મમાં વિચારોની વિશાળતા, વ્યાપકતા, અને ધાર્મિક અનેક ભદવાળી ક્રિયાઓમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવાની સુધારણા
For Private And Personal Use Only