________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ કરવા તરફ હોય અને હિંસાદિ કિયાથી વિરામ પામવા તરફ હોય તે પછી તે સર્વ ક્રિયાઓમાં અધિકારભેદભેદ હોય તેમાં આત્મજ્ઞાની મુંઝાતો નથી અને તે સ્વચ્ચ અધિકારે એગ્ય ક્રિયા કરે છે, તથા તત્તક્રિયાપ્રતિપાદકભિન્નભિન્નધર્મમતકિયા ભેદશાસ્ત્રોને અસત્ય પણ માનતો નથી, તથા ભિન્નભિન્ન ક્રિયા કરનારાઓને દેખી મત કલેશની મુંઝામણમાં પણ પડતું નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મક્રિયા કરનારાઓને આત્મજ્ઞાની આત્મહષ્ટિથી દેખે છે, તથા તેનાં ધર્મકર્મને પણ સાપેક્ષટષ્ટિથી સત્ય દેખે છે. એક સરખી ધર્મક્રિયાને વા લાકિક વ્યવહારક્યિારે કરવામાં ભિન્ન ભિન્ન અધિકારને ભિન્ન દષ્ટિવાળાની એક સરખી રૂચિ વા પ્રવૃત્તિ થતી નથી તે શાશ્વત અનાદિ કાલને નિયમ છે. ધાર્મિક ક્રિયાઓનાં પૂર્ણ રહસ્યને પરિપૂર્ણ આત્મજ્ઞાનથી અનુભવવાં જોઈએ અને તેઓનાં તરતમ રહસ્યને જાણવાં જોઈએ કે જેથી કિયામતભેદમાં રાગદ્વેષ રહે નંહિ અને નિર્મોહપણે સર્વ પ્રવૃત્તિ થાય. એમ ભવ્ય મનુષ્યએ વિચારવું જોઈએ. કિયાઓના મતભેદમાંથી સત્ય ગ્રહવું જોઈએ, પરંતુ સર્વ ક્રિયાઓને અસત્ય માની નાસ્તિક બનવું ન જોઈએ. શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ ધાર્મિક ક્રિયાઓનાં જે જે રહસ્ય ઉપદેશ્યાં છે, તેને અનુભવ કરીને આત્મજ્ઞાની સ્વાધિકારે ક્રિયા કરે છે તેથી તે ક્રિયાઓના પરસ્પર ભેદેમાં મુંઝાતે નથી-ધાર્મિક ક્રિયાઓમાં ક્ષેત્રકાલાનુસારે પરિવર્તન થયા કરે છે, તેને આત્મજ્ઞાનીઓ અવધે છે તેથી તે ગમે તે ગચ્છાદિકના આશ્રયી હોય છે તે તે ગચ્છની ક્રિયાઓને કરી આત્મામાં મનની એકાગ્રતા કરે છે. પરંતુ અન્યગોની ક્રિયાઓ પર દ્વેષભાવ ધારતો નથી. વગચ્છની ક્રિયાઓને સત્ય અને અન્યગચ્છની ક્યિાઓને અસત્ય માની પરસ્પર ગચ્છના આચાર્યો મહાલેશની ઉદીરણા કરતા હોય અને જે ધર્મક્રિયાઓપૂર્વક આત્મશક્તિને વિકાસ કરવાને હોય તે ક્રિયાઓથી રાગદ્વેષમાં લેવાતા હોય તેમાં સાપગની ખામી અવધવી. પિતાને જે રૂચે તે સ્વાધિકારે ક્રિયા કરવી પરંતુ અને જે ધાર્મિક ક્રિયાઓ કરતા તેમાં ફ્લેશ–અરૂચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. ધાર્મિક ક્રિયાઓ જ્યારે રૂઢિતાને
For Private And Personal Use Only