________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલય
પિતાનું અહિત થતું નથી, અને તેમ વિશ્વનું કલ્યાણ કરી શકાય છે. નિષ્કામી મનુષ્ય કેઈન ઉપકાર કરીને તે પાછો ઉપકાર કરે તેવી સ્થિતિમાં પોતાને મકાવવા પ્રયત્ન કરતા નથી. નિષ્કામી કમેગીઓ કોઈના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યા એમ કેકની આગજ કથવા પણ ઈચ્છા રાખતા નથી. સત્યકામી મનુષ્ય સત્ય ઉપકાર પ્રવૃત્તિને સામો બદલે લેવાને ઈરછે છે, પરંતુ નિષ્કામી કર્મયોગીઓ તે સર્વસ્વાર્પણ કરીને પરમાર્થપ્રવૃત્તિ કરે છે તેને સામે બદલે વાળવા કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં પણ તેઓ શુભ ભાવને ધારણ કરતા નથી. આ વિશ્વમાં નિષ્કામ કર્મયેગીઓ ખરેખર પરમાત્માની પ્રતિકૃતિ છે. નિષ્કામી કર્મયેગીઓ ખરેખરા સન્ત છે. નિષ્કામ કર્મયેગીઓના ચરણકમળની ધૂલીથી દુનિયાના જ પવિત્ર બને છે. નિષ્કામી કર્મયેગીઓનાં દર્શનથી પરમાત્માનો સાક્ષાત્ દર્શન થયાં એમ અવબોધવું. અકાગ્યભાવોથી નિવૃત્ત થઈને સકામ્યભાવોમાં પ્રવૃત્તિ કરીને જે આત્મજ્ઞાનમાં પરિપૂર્ણ અનુભવી બન્યા હોય છે તેઓ આત્માના ગુણવિના અન્ય કંઈ ઈષ્ટવ્ય નથી એવું પ્રબોધતા હોવાથી નિષ્કામતાએ તેઓની બાહ્યપ્રવૃત્તિ થાય છે. ઈન્દ્રિય અને મનની સાથે સંબંધ પામતી એવી જડ વસ્તુઓમાં આત્માનું સુખ નથી અને અન્ય જડ પદાર્થો કે જે ઈષ્ટ વિષ તરીકે કપાયેલા છે તેનાથી ત્રણ્ય કાલમાં અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું નથી એ આત્મજ્ઞાનીઓને નિશ્ચય હોવાથી બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વની વા અનીષ્ટત્વની કલ્પનાથી બંધાતા નથી. અએવ તેઓ સહેજે નિષ્કામી બની અન્ય છને ઉદ્ધાર કરવાને તેઓની દષ્ટિમાં વિશેષતઃ ઉચ્ચતા થતી જાય એવા આશયથી પ્રવૃત્તિ કરે છે. દુઃખીઓના દુઃખને જે જે માર્ગેથી નાશ થાય છે તે માર્ગોનું અવલંબન કરીને જ્ઞાનીકમગીઓ નિષ્કામતઃ પ્રવૃત્તિ કરે છે. નિષ્કામતઃ ધર્મકર્મસાધકગીઓની જેટલી પ્રશંશા કરીએ તેટલી ન્યૂન છે. તેઓનાં સર્વ આવશ્યક કર્તવ્ય કર્મોથી અવશ્ય ધર્મની વૃદ્ધિ થાય છે. તેઓના આશય અવધ્યાથી તેઓની ધર્મકર્મપ્રવૃત્તિને યથાર્થ ખ્યાલ આવતાં વાસ્તવિક મહત્તા અવાધાય છે.
અવતરણુ–સતતેત્સાહયત્નથી કર્મમાં પ્રવૃત્ત થવાને નિર્દેશે છે.
For Private And Personal Use Only