________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
અસત્ય દુષ્ટ કામનાઓથી જીવા અનેક પ્રકારનાં દુઃખ પ્રાપ્ત કરે છે. અસત્ય દુષ્ટ કામનાઓમાં દુનિયાના જીવો ફસાઈને અનેક પ્રકારનાં કર્યાં કરે છે. અજ્ઞાની જીવે અસત્ય કામનાઓને પણ સત્ય કામના તરીકે અવત્રેાધે છે. અજ્ઞાની જીવા અસત્ય કામનાએવડે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ ઉલટું તેને સુખ કરતાં અનન્તગુણુ દુઃખ થાય છે. આવશ્યક ઉપયાગી કામનાઓને વ્યવહારષ્ટિએ સત્ય કામનાઓ તરીકે કથવામાં આવે છે, અને અનાવશ્યક અનુપચેગી દુઃખકારક કામનાઓને અસત્ય હૃષ્ટ કામનાઓ તરીકે કથવામાં આવે છે. નિશ્ચયનયષ્ટિએ અસત્ય અને સત્ય કામનાઓને અચેાગ્ય કામનાઓ તરીકે કથવામાં આવે છે, અને નિશ્ચયદષ્ટિએ નિષ્કામભાવની મુખ્યતા અવમેધવી. પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ એ ભેદ કામનાના છે. શુભ કામનાને સત્ય કામના અને અશુભ કામનાને અસત્ય કામના તરીકે કવામાં આવે છે. અશુભ કામનાઓથી પાપ થાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ્ય ક્રેઇને અસત્ય કામનાઓને દાખી દેવી જોઇએ. અસત્ય કામનાના વિચારોના અને આચારાના પરિહાર કરીને સત્ય કામનાના વિચારોની અને આચારાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. સત્યકામનાના વિચારને અને આચારોને આત્મજ્ઞાનીઓ નિષ્કામરૂપમાં ફેરવી નાખે છે, અને તેના વિચારોમાં અને આચારોમાં પરમાર્થતા વહ્યા કરે છે. આત્મજ્ઞાની સદ્ગુરૂ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને નિષ્કામદશાની પ્રાપ્તિ કરવી જોઇએ. અશુભ કામનાને ત્યાગ કર્યાવિના અને શુભ કામનાએમાં પણ છેવટે હેય બુદ્ધિ થયાવિના લાખો આત્મજ્ઞાની ગુરૂએ મળે તેપણ નિષ્કામ દશાની પ્રાપ્તિ થતી નથી. નિષ્કામદશા થયા પશ્ચાત્ શુભકામ્ય મનુષ્યની પેઠે શામાટે બાહ્યકર્મીની પ્રવૃત્તિ કરવી જોઈએ ? તેના ઉત્તરમાં જણાવવાનુ કે નિષ્કામ દશા થયા પશ્ચાત્ મન, વાણી અને કાયા જ્યાંસુધી છે ત્યાંસુધી તે દ્વારા વિશ્વલોકોના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પારમાર્થિક કાર્યોમાં વસ્તુતઃ નિષ્કામ દાવિના ખરી પ્રવૃત્તિ થતી નથી. નિષ્કામદશાથી વિશ્વ લોકોના ઉપકારાર્થે મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરતાં
For Private And Personal Use Only