________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકામભાવધારકે સ્વાર્થી બનીને માતા, પિતા, કુટુંબ, મિત્ર, બંધુ, જ્ઞાતિ, સમાજ સંઘ, દેશ, રાજ્ય, વગેરેની વાસ્તવિક ફરજને અદા કરી શકતા નથી, સકામભાવથી ઉપકારને બદલે નહિ વાળનારાઓપર વૈર પ્રકટે છે, અને તેથી અશુભ કર્મની પ્રવૃત્તિનું જેરથી સેવન થાય છે. સકામભાવનાથી મનુષ્ય સ્વાર્થી બને છે અને તેઓ જે જે ધર્મ માટે કાર્યો કરે છે તે ઉલટાં તેઓને અધર્મની વૃદ્ધિ કરનારાં થાય છે. સકામભાવનાથી સ્વેચ્છા પૂર્ણ ન થતાં જેની તેની સાથે સત્યસંબંધને બાંધી શકાતું નથી, અને પરસ્પર ઉપગ્રહ ઉપકાર કરવાના સૂત્રને ક્ષણે ક્ષણે લેપ કરી શકાય છે. હિન્દુસ્થાન વગેરે સર્વ દેશમાં સકામભાવનાથી મનુષ્યની સત્યપ્રગતિ થઈ નથી. સકામભાવથી થએલી દેશોન્નતિ વગેરેને અલપકાલમાં નાશ થાય છે, અને ધર્મશાસ્ત્રાના આચારને પણ આચારમાં મૂકી શકાતા નથી માટે નિષ્કામભાવથી સર્વ લોકેએ આવશ્યકકર્મો કરવાં જોઈએ. નિષ્કામભાવથી આવશ્યકકર્મ કરનારાઓ જે કંઇ દેશકાલને અનુસરીને કરે છે તે ધર્મવૃદ્ધિ માટે થાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ દશ્ય વિશ્વને સ્વર્ગસમાન બનાવી દે છે. તેઓ નૈસગિક સુખમય જીવન જીવે છે અને પ્રભુમય જીવન પ્રાપ્ત કરીને ધર્મના સાધકે બને છે. સ્વાધિકારે રત અર્થાત્ સ્વાધિકારથી કાર્ય કરવામાં તલ્લીન એવા ધર્મકર્મ પ્રસાધકે મુક્તિને પામ્યા, પામે છે અને પામશે. વાધિકારે નિષ્કામભાવથી સ્વફરજ અદા કરવામાં તલ્લીન કર્મગીઓને આ વિશ્વમાં ધન્યવાદ ઘટે છે. સ્વાધિકારે નિષ્કામદશાથી કાર્ય કરનારા કમગીઓ સમાજમાં, રાજ્યમાં, સંઘમાં વગેરે સર્વ બાબતેમાં નેતાઓ બનીને દુનિયાનું કલ્યાણ કરી શકે છે, અને તેઓ જ્ઞાનાવરણીયાદિ સર્વ પ્રકારના કર્મથી રહિત સ્વાત્માને કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. નિષ્કામ કર્મ કરવાની દશા પ્રાપ્ત કરવાને માટે પ્રથમ તે અકાખ્યા ઈચ્છાઓથી નિવૃત્ત થઈને વ્યવહારોગ્ય સત્ય કામને ઈચ્છવાં જોઈએ. અસત્ય અને અગ્ય ઇચ્છાઓને પ્રથમ તે વારવી જોઈએ. અકામ્ય ઈચ્છાએથી આત્માને સત્ય શક્તિ મળતી નથી. અસત્ય દુષ્ટ કામનાઓથી થતું દુર્ગતિ દુઃખ અવધવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only