________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨ દ્રષવિના નિષ્કામભાવે કર્તવ્ય કર્મો કરવાથી આત્માની મુક્તિ થાય છે, ઇત્યાદિ અનેક શુભ બાબતેને ઉપદેશ આપીને હિન્દુસ્થાનપર અનતગુણ ઉપકાર કર્યો છે. સર્વજ્ઞ વીર પરમાત્માના ઉપદેશાનુસાર આવશ્યક ધર્મકર્મો કરવાથી આત્માની શુદ્ધિ વૃદ્ધિ પામે છે એમ નિશ્ચયતઃ અવબોધવું. વિશ્વવતિ સર્વ મનુષ્યનું કલ્યાણ થાય એ શ્રીવીર પ્રભુના આગમમાં ઉપદેશ છે. શ્રી વીર પ્રભુએ સ્વાધિકારભેદે ગૃહસ્થ ધર્મ અને અનગાર ધર્મની પ્રરૂપણ કરી છે તેનું ગુરૂગમથી રહસ્ય અવધ્ય છે. સકામભાવના છે તે દાવાનલ સમાન છે, તેથી આત્માના સદગુણે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સકામભાવનાથી સત્યબોધની, સત્યધર્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાન મિથ્યાત્વથી સકામભાવનાની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનિ સકામભાવનાથી અસત્યધર્મમાં આસક્ત રહે છે, અને વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. અજ્ઞાનિયે સકામભાવથી રાગદ્વેષની મારામારીમાં પડીને લીંટમાં માખી ખેંચી રહે છે તેમ સાંસારિક પદાર્થોમાં ખેંચાઈ જાય છે, અને મનુષ્ય જન્મના ઉદ્દેશને ભૂલી જાય છે. સકામભાવનામાં પ્રમાદ છે અને નિષ્કામભાવનામાં અપ્રમાદ છે. સકામભાવથી આચારે અને વિચા
માં સમતલતા રહેતી નથી, અને સમભાવને દેશવટે અપાય છે. નિષ્કામભાવે આવશ્યક કર્મો કરવાં તે મનુષ્યને સ્વભાવ છે અને સકામભાવે કર્મો કરવાં તે મનુષ્યોને વાસ્તવિક સ્વભાવ નથી. અતએવા નિષ્કામભાવે કર્તવ્ય કર્મફલની ઈચ્છા રાખ્યા વિના આવશ્યક કાર્યો કરવાં જોઈએ. કૈરેએ સકામભાવનાથી રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તેનામાં મેહે પ્રવેશ કર્યો અને તેથી અને તેઓને યુદ્ધમાં નાશ થયે. સિકંદરે સકામભાવથી ભારત પર સ્વારી કરી તેથી અને તેને કશું સત્ય સુખ પ્રાપ્ત થયું નહીં. મરાઠાઓએ હિન્દુઓના રક્ષણમાં નિષ્કામભાવથી ક્ષાત્રપ્રવૃત્તિ સેવી હતી તે તેઓની પાણીપતના મેદાનમાં નાદીરશાહથી હાર થાત નહિ અને તેઓની પડતીનું અપમંગલ થાત નહિ. દરેક કર્મપ્રવૃત્તિમાં જે જે અંશે નિષ્કામભાવ સેવાય છે તે તે અંશે વિજયશક્તિ પ્રાપ્ત થાય છે, અને જે જે અંશે સકામભાવના થાય છે તે તે અંશે આત્માની દુર્મલતા કરી શકાય છે,
For Private And Personal Use Only