________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૧ કાર્ય કરનારાઓને જીવવું ઈષ્ટ લાગે છે, અને તેથી તેઓ દેશદ્રોહીએના ભયથી દેશદ્રોહ, રાજ્યદ્રોહ, આત્મદ્રહ, ધર્મદ્રહ વગેરે પાપકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે, અને જીવવાની ઈચ્છાને અગ્ય કર્મોથી તૃપ્ત કરે છે. સકામ ભાવથી કર્મ કરનારાઓ પ્રતિફલની ઈચ્છાથી જ્યારે તૃપ્ત થતા નથી ત્યારે અગ્ય કર્મ કરીને પ્રતિબદલે આપવા ચૂકતા નથી. નિષ્કામ કર્મ કરનારાઓ કેઇના પ્રતિ અયોગ્ય પ્રવૃત્તિથી પ્રતિ બદલે આપવા તેવા પ્રસંગે પ્રયત્ન કરતા નથી. સકામભાવથી કર્મકરનારાઓ કારણ વિના પક્ષપાત, કદાગ્રહ, લેશ વગેરેમાં આત્મવીર્યને દુરૂપયોગ કરે છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ ખાસ કારણે અપવાદપ્રવૃતિ સેવીને દુનિયાના નું ભલું થાય તે માટે અલ્પદોષ અને મહાલાભ પ્રવૃત્તિ સેવે છે અને પશ્ચાત્ તેનું પ્રતિક્રમણ કરી ઉત્સર્ગમાર્ગમાં પાછા સ્થિર થાય છે. નિષ્કામભાવથી આવશ્યક કાર્ય કરનારાઓ સ્વફરજો અદા કરવામાં ઉચાશય અને વિશ્વવ્યાપક ઉદાર મૈત્રીભાવથી પ્રવૃત્તિ કરે છે, તેજ સ્થાને સકામભાવે કર્મ કરનારાઓ નીચાશ સકીદષ્ટિને ધારણ કરી દુનિયામાં અશાતિ પ્રવર્તે એવી રીતે પ્રવૃત્તિ કરે છે, તેથી તેઓ વસ્તુતઃ કર્મપ્રવૃત્તિની યોગ્યતાને પામી શકતા નથી. નિષ્કામભાવવિના આવશ્યકકર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થતું નથી. સકામભાવથી હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે, અને તેથી દુનિયાના સમગ્ર મનુષ્યોને લાભને બદલે અત્યંત હાનિ થાય છે. સકામભાવથી અન્યાયપણે મહાયુદ્ધા, વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મારું હારૂં એવી મહમંત્રની ફુરણા થતાં દુનિથામાં કોઈ સ્થાને સત્ય શાંતિ મળતી નથી. હિંદુસ્થાનપર અફગાનિસ્તાન વગેરેથી સકામભાવે લેકેએ સ્વારીઓ કરી તેથી તેઓને સત્યસુખ મળ્યું નહિ, અને આવશ્યક કર્તવ્યકર્મરૂપ ધર્મથી તેઓ ભ્રષ્ટ થયા. બ્રાહ્મણ, ક્ષત્રિએ, વિએ, એ, ત્યાગીઓ વિશ્વમાં સ્થિત સર્વ મનુષ્યએ નિષ્કામભાવથી ધર્મ માટે આવશ્યક કર્મો કરવાં જોઇએ. ધર્મ માટે નિષ્કામ બુદ્ધિથી કર્મો કરવાથી નિર્દોષી જીવન રહે છે. નિષ્કામભાવે કામ કરતાં અન્તરથી નિર્લેપભાવ નિકપાયભાવ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ, રાગ
For Private And Personal Use Only