________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક અનાવશ્યક કર્મ કરવાં પડે છે અને આત્માની નિસ્પૃહતાને દેશવટે દઈને અન્યની આગળ નિર્વીચ બનવું પડે છે. સકામ ભાવથી મૃત્યુ ભીતિ વગેરે અનેક ભીતિ પ્રગટીને આત્માને ડરાવે છે, અને તેથી આત્મા સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. નિષ્કામભાવની કર્તવ્યપ્રવૃત્તિથી એક જંગલીને જેટલે સંતોષ મળે છે તેટલે વા તેનાથી અનન્તગુણ હીન પણ એક સકામી રાજાને સંતોષ મળતું નથી, અને ઉલટું દુઃખને સાગર તેના હૃદયમાં પ્રગટીને તેમાં તેને બુડાડે છે. સર્વ એગ્ય કર્મને કરવાં તેથી જે ફલ થવાનું છે તે થયા વિના રહેવાનું નથી તે પછી કર્મનું ફલ ઈચ્છવાની શી જરૂર છે ? નિષ્કામભાવે મુક્તિફલની પ્રાપ્તિ થાય છે અને સકામ ભાવે સંસારસુખ મળે છે. ક્ષણિક સુખ કરતાં શાશ્વત સુખ ઉત્તમ છે, માટે નિષ્કામભાવે કર્મો કરવાં જોઈએ. દરેક શુભ પ્રવૃત્તિનું ફલ જાણવું પરંતુ કર્મફલની ઈચ્છા ન કરવી અને સ્વયેગ્ય કર્તવ્ય કર્મ કરવું એજ સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં જવાની ઉચ્ચ કુંચી જાણવી. નિષ્કામપણે કાર્ય કરનારાઓના આત્માની દુનિયાપર વિશ્ર્વવત્ અસર થાય છે. નિષ્કામપણે સ્વફરજેને અદા કરનારાઓ દેશનું, વિશ્વનું, સંઘનું, સમાજનું, જ્ઞાતિનું, ગચ્છનું, મંડળનું વાસ્તવિક હિત અવલેકી શકે છે, અને તે કાઈના દાબમાં દબાઈ જતા નથી. નિષ્કામપણે કાર્ય કરનારાઓ કેઈની પરવા રાઢતા નથી, અને કોઈની અસત્ય માગણીના તાબે થતા નથી. નિક્કમપાશાથી કર્મ કરનારાઓ જેટલું સ્વાર્પણ કરી શકે છે તેટલું સકાષ્ટિએ કર્મ કરનારાઓ સ્વાર્પણ કરી શકતા નથી. નિક્કમ ભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં પ્રભુને વાસ થાય છે, તેથી તેનામાં એરજાતની શક્તિ ખીલે છે, અને સકામ ભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં મેહને વાસ થાય છે, અને તેથી તેનામાં શેતાનની શક્તિ ખીલતી જાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ સત્યની ઉપાસના કરે છે, અને સકામભાવથી કામ કરનારાઓ અસત્યની ઉપાસના કરે છે. નિષ્કામભાવથી કાર્ય કરનારાઓને સત્પરૂ
ની કટિમાં સમાવેશ થાય છે, અને સકામભાવથી કર્મ કરનારાઓને દાસત્વ કે ટિમાં સમાવેશ થાય છે. નિષ્કામ દશાથી સ્વફરજ અદા કરનારાઓને મૃત્યુ અને જીવન સમાન ભાસે છે, અને સકામભાવથી
For Private And Personal Use Only