________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૯
પરિવર્તનને પામે છે. જે કાલમાં, જે ક્ષેત્રમાં જે કર્મો કરવાથી દુનિયાના જીનું વિશેષ કલ્યાણ થાય, અને જે કર્મો કરવામાં પોતાને અધિકાર હેય, તથા પિતાનાથી કરી શકાય તે સ્વઆવશ્યક કર્મો જાણવાં. સર્વ લેકેએ નિષ્કામભાવથી ફરજ અદા કરવી જોઈએ. સકામભાવના કરતાં નિષ્કામભાવનાથી આત્માના જ્ઞાનાદિગુણની અનનગુણી પ્રગતિ થાય છે. “સકામ અર્થાત્ ફલેચ્છાથી આત્મા બંધાય છે અને નિષ્કામભાવથી આત્મા નિબંધ રહે છે. નિષ્કામ દષ્ટિ ખીલવવી એ કંઈ સામાન્ય મનુષ્યનું કાર્ય નથી. નિષ્કામ દષ્ટિવિના મહાત્માએના, કષિના, તીર્થંકરોના પગલે ચાલી શકાતું નથી. નિષ્કામ દષ્ટિવિના રજોગુણ અને તમે ગુણને જીતી શકાતા નથી. નિષ્કામ દષ્ટિવિના સ્વાર્થીદિ દોને નાશ થતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક સ્વાર્થના પ્રપંચે ઉભા થાય છે. નિષ્કામદષ્ટિ વિના કઈ પણ મનુષ્ય ખરેખર કર્મવેગી ગણી શકાતું નથી. નિષ્કામદષ્ટિવિના સ્વાત્માના વિચારની અને આચારની અપેપર સારી અસર થતી નથી. નિષ્કામદષ્ટિવિના કણાદઋષિની પેઠે રાજાની સાથે વ્યવહાર થતું નથી. નિષ્કામદશા પ્રાપ્ત કર્યા વિના કર્મ કરવાથી ચંદ્ર જેમ રાહથી રાસાય છે તેમ મેહથી આત્મા રસાય છે. નિષ્કામદષ્ટિવિના કઈ પણ કર્તવ્ય કાર્યમાં પરિપૂર્ણ સંતોષ અને આનન્દ પ્રગટી શકતું નથી. નિષ્કામદષ્ટિવિના હર્ષ અને શેકના વાતાવરણથી મુક્ત રહેવાતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કાર્ય કરતાં અનેક જાતની ઈચ્છાઓના ગુલામ બનવું પડે છે. નિષ્કામદષ્ટિવિના શુદ્ધ વિચારેને હૃદયમાં પ્રકટાવી શકાતા નથી. નિષ્કામદષ્ટિવિના અયોગ્ય સ્પર્ધા અને વિષમય પ્રવૃત્તિ સેવાય છે. નિષ્કામદષ્ટિવિના ક્ષણે ક્ષણે શાતિને અનુભવ કરી શકાતું નથી. અએવ આવશ્યક કાર્યો કરવાની ગ્યતા પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવને પ્રકટાવ જાઈએ. સકામભાવથી વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાઘાત, પરમાર્થઘાત, હૃદયઘાત, ધર્મઘાત, પ્રાણઘાત, સત્યઘાત કરીને મનુષ્ય, નીચ પ્રકૃતિના દાસ બને છે. સકામભાવથી આત્માની શક્તિની ચંચલતા વધે છે, અને તેથી આત્મસ્થિરતાપ ચારિત્રને ઘાત કરી શકાય છે. સકામભાવથી
વિના ક્ષણે
- પાસ કરવાની નથી. અ
For Private And Personal Use Only