________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૩
જેવી મૂઢદશાને સેવે છે. મહાસક્ત મનુષ્ય કર્તવ્ય કર્મના ક્ષેત્રમાં પાડાની પેઠે તેફાન કરે છે અને સવિચારરૂપી સરેવરમાં ભેંસોની પેઠે મૂત્રીને સવિચારને ડહોળી દે છે. મૂળ વાનર હોય, યુવાવસ્થા પામેલ હોય, તેને દારૂ પાયે હોય તેમ તેને વૃશ્ચિક કરડ હોય તે તે કુદવામાં અને તોફાન કરવામાં કચાશ રાખતું નથી તદ્દત મૂઢ મનુષ્ય પણું કર્તવ્યકર્મના ક્ષેત્રોમાં તેવું મહા તોફાન મચાવે છે, અને પગલે પગલે કર્મ કરતાં મેહથી બંધાય છે. ક્ષાત્રવર્ગનું એ કર્તવ્ય છે કે જ્ઞાની મહાત્માઓનું મૂઢ મનુષ્યથી રક્ષણ કરવું. મૂઢ મનુષ્ય વસુધા કુટુંબ જેવી ઉદારભાવનાને સેવી શકતા નથી. તેઓ તે સામાન્યકર્તવ્ય બાબતોમાં પરસ્પરના આશય અવધ્યા વિના મહાયુદ્ધ મચાવી દે છે, અને વાનરે જેમ સૂગરીને માથે ભાગી નાખ્યું હતું તેમ જ્ઞાનીઓને શિખામણ આપતાં તેઓ જ્ઞાનીઓને, ગુરૂઓને, મહાત્માઓને સતાવે છે. મૂઢ મનુષ્ય દેહથી જગમાંથી જે ગ્રહણ કરે છે તેના કરતાં તેઓ ઘણું નુકશાન કરે છે. તેઓ દુનિયાને અલ્પલાભ કરી શકે છે અને અનંતગુણ હાનિ કરી શકે છે. બેચાર ભાષાના વિદ્વાન થવાથી વા બાહ્યથી સત્તાવાન થવાથી મૂઢપણું ટળતું નથી. વતા હેય, પંડિત હેય, ફ્લિાઓફર હેય, લેખક હોય પણ નામરૂપવાળા પદાર્થોમાંથી મહાસક્તિ ટળી નથી ત્યાં સુધી તે મૂઢ મોહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અ૫લાભ કરી શકે છે અને અનન્તગુણ હાનિ કરી શકે છે. મૂઢ મનુષ્યનાં નિર્દોષકર્મો પણ સદોષતાને પામે છે. મહાસક્ત મનુષ્ય સાત્વિક કર્મોને કરે છે તે પણ તે રજોગુણ અને તમોગુણરૂપે પરિણમે છે. મૂઢમનુષ્ય જેના ઉપર ઉપકાર કરવા ધારે છે તેને પણ ઉપકારના બદલે અપકાર કરે છે. મહાસક્ત મનુષ્ય હડકાયા કૂતરાની પેઠે પિતાની વિષમય વાસનાઓને અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્યમનુષ્ય પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. મહાસક્ત મનુષ્ય પોતે કરીને શાંતિ લેતા નથી અને તેઓ અન્ય મનુ
ને પણ કરીને બેસવા દેતા નથી. મહાસક્ત મનુષ્યનું હૃદય શુદ્ધ ન હોવાથી અપચ્ચ ભક્ષણની પેઠે તેઓ ધર્મક્રિયાઓને પણ બંધનરૂપે
For Private And Personal Use Only