________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૦
અસર કરી શકે છે. જ્યાં સુધી કાયા વાણીનાં કર્મોમાં આત્મજ્ઞાનીએને અધિકાર છે ત્યાં સુધી તેઓ કરે છે. કયું કર્મ કેવી રીતે કરવું તે તેમના સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે પશ્ચાત્ તેઓને અધિકાર પૂર્ણ થતાં. સર્વ બાબતોમાં સ્વતંત્રબનીને પ્રારબ્ધયેગે જે કંઈ કરે છે તે કરે છે તેને કંઈ નિયમ નથી.
અવતરણુ-આત્મજ્ઞાની-બ્રહ્મજ્ઞાની બાહ્યકર્મોને કરતે છતે પણ નથી કરતે. કારણ કે તે બાહ્યકર્મોમાં આસક્ત નથી ઈત્યાદિ નિવેદે છે. कुर्वन् सन् न करोत्येव, ज्ञानी कर्माणि तत्त्वतः। अकुर्वन सन् करोयेव, मूढःकर्माणि मोहतः ॥१४॥
શબ્દાર્થ –આત્મજ્ઞાની વસ્તુતઃ કર્મોને-કાર્યોને કરતે છતે પણ કરતું નથી. મૂઢ અજ્ઞાની મેહથી કર્મોને નહીં કરતે છતે પણ કરે છે. - વિવેચન –આત્મજ્ઞાનીને બહાવસ્તુઓ–નામ અને રૂપને મેહ હેતે નથી તેથી તે જેટલી બાહ્યપ્રવૃત્તિ કરે છે તેમાં અહંમમત્વથી બંધાયાવિના વ્યવહારથી નિરાસક્ત થઈને કરે છે તેથી તે કરતે છતે. પણ અકર્તા તરીકે ગણાય છે. જ્ઞાનીઓ જગજીના શ્રેય માટે સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિને કરે છે. નિરાસક્તિથી જ્ઞાનિકગીઓ ગૃહસ્થદશામાં અને ત્યાગીદશામાં અન્યલોકેને ઉપકારાર્થે અવશેષ જીવન વ્યતીત કરે છે. જ્ઞાનિકર્મયેગીએ મેહવિના શુભ પરમાર્થિક કાર્યો કરીને વિશ્વનાં દુઃખેને ટાળે છે. ઉપકારને બદલે પાછા લેવાની બુદ્ધિથી અજ્ઞાની પ્રવૃત્તિ કરે છે. આત્મજ્ઞાની ગૃહસ્થ અને ત્યાગીએ ઉપકારને બદલે પાછા લેવાની બુદ્ધિથી કોઈપણ પકારિક કાર્ય કરી શકતા નથી. વિશ્વવતિ સર્વજીને શાંતિ સુખ આપવું અને તેના શાંતિસુખમય જીવનમાં કેઈ વિન નાંખતું હોય તે તે હઠાવવું. દુનિયામાં ગરીબેને દુખેથી બચાવવા અને તેઓની વિપત્તિઓ દૂર કરવી. એક દેશના મનુષ્યથી અન્ય પ્રજાને મહાદુઃખ ન થાય તેવા ઉપાયે કરવા. સાધુએ સન્તાની સેવા કરવી. કેઈને પણ પરતત્ર કરવા પ્રયત્ન ન કરે. સર્વજીને નીતિમાર્ગ પર વાળવાં અને દુષ્ટ લેકેથી ધમનું રક્ષણ કરવું. વિશ્વવતિ મનુષ્યને આત્મજ્ઞાન દેવું. વિશ્વ
For Private And Personal Use Only