________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૦
યતા છે. રજોગુણીપ્રેમ, ને તમે ગુણપ્રેમ કરતાં સાત્વિકગુણ પ્રેમની અનન્તગુણું મહત્તા છે. સાત્વિગુણું પ્રશસ્ય પ્રેમથી આત્માના અધિકારે કર્તવ્ય કાર્યમાં લયલીનતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તે કર્તવ્યકાર્યની પરિપૂર્ણ ફરજ અદા કરી શકાય છે. જે કાર્ય કરવામાં પ્રથમ સ્વાત્મામાં પ્રેમ ઉદભવે છે તે કાર્ય કરવામાં પિતાને સ્વાધિકાર છે એમ અવધવું, અમુક કર્તવ્યપ્રવૃત્તિમાંથી પ્રેમ ટળે છે, તે અન્યકર્તવ્યપ્રવૃત્તિમાં પ્રેમ ઉદ્દભવે છે. જેમાંથી પ્રેમ ટળે છે અને જેમાં પ્રેમ થાય છે, તે કર્તવ્યપ્રવૃત્તિમાં સ્વાધિકાર છે એમ નિશ્ચય થાય છે. પ્રેમથી ઉત્સાહ પ્રગટે છે અને તેથી કર્તવ્યકર્મમાં આત્મબળ ફેરવી શકાય છે. માટે જે કાર્ય કરવામાં પ્રેમ ઉત્પન્ન થાય છે તેમાં તન્મયતા થાય છે. શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશપર પ્રેમ જાગ્યું હતું તેથી તેઓએ આદર્શપુરૂષની પેઠે કાર્યપ્રવૃત્તિ સેવી હતી. વિદ્યાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન–વાણી અને કાયાથી આદરી શકાય છે. જે કર્મપ્રવૃત્તિમાં પ્રેમની રઢ લાગે છે તે ગમે તેવું દુઃસાધ્ય હોય છે તે પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કર્તવ્યકાર્ય પર પ્રેમ પ્રગટે છે, તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિદ્ધિપૂર્વક કર્તવ્યબળને વિકાસ કરી શકાય છે, માટે લીનતા ગસાધક પ્રેમપૂર્વક કર્તવ્ય કાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રેમને ઉંચકોટિના અધિકારે ત્યાગ કરી શકાય છે, માટે પ્રથમથી પ્રેમને ત્યાગ ન કરતાં કર્તવ્યપ્રેમપૂર્વક સ્વાધિકારે કર્મપ્રવૃત્તિમાં લીન થવું જોઈએ કે જેથી વૃત્તિની લીનતા ગની સહેજે સિદ્ધિ થાય.
અવતરણ–જ્ઞાની કામગીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે તે નિર્દેશ છે.
_છે # છે. देहायासादि वर्धिन्या, क्रियया शर्म नो भवेत् ॥ अतो नोत्सहते ज्ञानी, क्रियां कर्तुं स्वभावतः ॥१३७॥
For Private And Personal Use Only