________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૭
સમાજની, સંઘની, કામની ઉન્નતિ કરનારાં ગુરૂકુલા, પાઠશાલા, બ્રહ્મ ચર્યાશ્રમ,વિજ્ઞાનાલય, વગેરે જ્ઞાનવર્ધક કર્મોને શુભકમ કથવામાં આવે છે. રજોગુણી અને તમેગુણી વિદ્યાના પરિહાર કરીને જે સત્ત્વગુણી વિદ્યાશક્તિ વૃદ્ધિકારક કર્મો છે તેને શુભ કર્મ કવામાં આવે છે. સમાજની, સંઘની, ધર્મસામ્રાજ્યની, ધર્મ કામની જેનાથી પડતી થાય એવાં પરિણામે અસુંદર કર્મોને અશુભ કર્મ કથવામાં આવે છે. ભૂતકાલમાં જે જે કર્માએ દેશની સમાજની સંઘની ઉન્નતિ કરી હોય અને વર્તમાનમાં તેમાં સુધારા કર્યાવિના ચડતી ન થતી હોય તે તે વર્તમાનકાલમાં અશુભકર્મ કથવામાં આવે છે, માટે દ્રવ્યક્ષેત્રકાલભાવથી, આપત્તિકાલથી, પોતાની અને સર્વ મનુષ્યની ઉન્નતિ કરનાર કર્મોને લેાકેાના ધમથૈર્યાર્થે તથા લેાકેાની ઉન્નતિ માટે કરવાં જોઇએ.
અવતરણઃ—પ્રીતિપૂર્વક કર્મમાં તલ્લીન થઈને કર્મ કરવાં જોઇએ. यस्मिन् कर्मणि चित्तस्य, प्रीतितो ममता भवेत् । कर्तव्यं तद्विशेषेण, लीनता योगसाधकम् ।। १३६ ॥
શબ્દાર્થઃ—જે કર્મમાં પ્રીતિથી મન તન્મય થઈને રહે એવું વિશેષતઃ લીનતા યોગ સાધકકર્મ કરવું જોઇએ.
વિવેચનઃ—પ્રથમ સાધકાવસ્થામાં કર્મયોગીને જે શુભ કર્મ કરવામાં પ્રેમ થતા હોય અને જેમાં મનની એકાગ્રતા લીનતા થતી હોય તે તે કર્મને તેણે વિશેષ પ્રકારે કરવું જોઇએ. આત્મા પોતાના કર્તજ્યના અધિકાર, પ્રેમથી તપાસી લે છે. જે કર્મ કરવામાં પ્રેમચિ ઉત્પન્ન થતી હોય, તે કર્મ કરવામાં આત્માની શક્તિને સારી રીતે આત્મભાગ આપી શકાય છે. કોઈ કાર્ય કરવામાં પ્રેમપૂર્વક લીનતા થાય છે ત્યારે તે કાર્ય સબંધી પારિણામિકી બુદ્ધિ પ્રકટે છે, અને અનેક નવીન શેાધા કરી શકાય છે. એડીસન દરેક શેાધના કાર્યમાં પ્રીતિપૂર્વક લયલીન થઈ જાય છે તેથી તેને તે કાર્યમાં સંયમ થાય છૅ અને તેના પિરણામે તે નવીન શોધખોળ કરીને દુનિયાને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે. અમેરિકાના પ્રખ્યાત શેાધક, એડીસનથી ભાગ્યે દુનિચાના કોઈ મનુષ્ય અજાણ હશે. શ્રી હેમચંદ્ર પ્રીતિપૂર્વક શાસ્રાધ્યયનમાં
For Private And Personal Use Only