________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ સ્થિર કરવાની ચળવળ કરી શકાય છે. જે લેકે અસ્થિર મનના છે, શ્રદ્ધા અને નિશ્ચયથી બહુ દૂર છે તેઓ આત્માની શક્તિને પ્રાપ્ત કરી શકતા નથી. કેઈ પણ ધર્મમાં શ્રદ્ધા નિશ્ચયથી સ્થિર થયા વિના આત્મભેગપૂર્વક સ્થિરપ્રવૃત્તિ કરી શકાતી નથી. અસ્થિર મનના અને અસ્થિર ધર્મના મનુષ્યોને સદા વિશ્વાસ રાખી શકાય નહિ. તેઓનું ધર્મજીવન ચંચલ હોવાથી તેઓ આત્મવીર્યને ફેરવી શકતા નથી, અને કર્તવ્ય કર્મના રણમેદાનમાંથી પયાની પેઠે મૂઠી વાળીને ભાગી જાય છે. જેઓ અસ્થિર મનના છે, તેઓ સર્વ કર્તવ્યધર્મોમાં અસ્થિર રહે છે, તેઓને મેહ સતાવે છે, અને તેઓનાથી આત્માને પ્રકાશ દૂર રહે છે, તેથી તેઓ વિપત્તિરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. અતએ તેવા લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે જે જે કર્મો કરાય તે કરવાં જોઈએ કે જેથી વ્યવસ્થિત સર્વ ધર્મોની અસ્તવ્યસ્ત દશા ન થાય. ભરતનપકૃતવેદ કે જે હાલ આચાર દિનકર ગ્રન્થ વગેરેમાં તેને અવતાર થએલ છે તે તથા તીર્થંકરે વગેરેનાં આગમેથી અવિરૂદ્ધપણે સર્વ સત્ય શાસ્ત્રોથી અવિરૂદ્ધપણે શિષ્ટજનેના વિચારેથી અવિરૂદ્ધપણે, અનુભવેથી અવિરૂદ્ધપણે, સત્યજ્ઞાનથી અવિરૂદ્ધપણે ઉપર્યુક્ત ધર્મકર્મ કરવું જોઈએ. અનુભવીઓની સલાહને અને શાસ્ત્રાને આગળ કરીને ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મકર્મોને નિષ્કામ સ્વાધિકાર દ્રષ્ટિથી કરવાં જોઈએ. અનેક નયેની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાની પુરૂષોની સલાહથી અવિરૂદ્ધપણે અને તે તે ધર્મ કર્મના પરિપૂર્ણ અનુભવીઓની સલાહપૂર્વક લેકેને ઉપર્યુક્ત ધર્મોમાં સ્થિર કરવા માટે સર્વ સ્વાર્પણ દ્રષ્ટિથી સર્વ મનુષ્યએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ.
અવતરણુ–સર્વ ની ઉન્નતિ અને નૈતિકારકાદિગુણ વિશિષ્ટ કર્મ કરવું જોઈએ તે જણાવે છે. रागद्वेषक्षयोयस्मा-दुन्नतिः सर्वदेहिनाम् । स्वोत्कान्ति हि यतो नित्यं, कर्तव्यंकर्म तच्छुभम्।।१३५।।
શબ્દાર્થ –જેનાથી રાગદ્વેષને ક્ષય થાય અને સર્વ જીવોની ઉન્નતિ થાય તથા આત્મત્કાન્તિ નિત્ય થાય તે તે શુભ કર્મને નિત્ય કરવું જોઈએ.
For Private And Personal Use Only