________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૪
ઉપાથી સ્થિર કરવા જોઈએ. શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપીને સ્થિર પ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યો. તેમ જ્ઞાની એવા કર્મયોગીઓએ દુનિયાના મનુષ્યને તેઓને તેમના એગ્ય દરેક ધર્મમાં સ્થિર કરવા જોઈએ. વિશ્વવતિ મનુષ્ય મનની ચંચલતાથી ઉપર્યુક્ત આવશ્યક કર્તવ્ય ધર્મોમાં સ્થિર બુદ્ધિથી સ્થિર પ્રવૃત્તિ કરી શકે એવા પુસ્તકેદ્વારા, ઉપદેશદ્વારા આદિ અનેક દ્વારા ઉપાયે સેવવા જોઈએ કે જેથી દુનિયાના ત્રણમાંથી છૂટી શકાય અને સ્વફરજને સારી રીતે અદા કરી શકાય. દુનિયાના છ નૈસગિક ધર્મોને અવબોધી તે પ્રમાણે પ્રવર્તે અને નૈસગિક જીવનપૂર્વક પ્રભુમય જીવન પ્રાપ્ત કરે એવા ધર્મોમાં સ્થિર કરવા જોઈએ. અશોક રાજાએ લેકોને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક શુભેપાને સેવ્યા હતા. દુનિયાના લોકો જે ધર્મમાં સ્થિર ન રહી શકે તે અધર્મની વૃદ્ધિ થવાથી દુઃખને મહાસાગર ચલાયમાન થઈ લેકેને બુડાડી દે છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, પાણું, આકાશ વગેરે પદાર્થો ધર્મમાં સ્થિર રહે છે તે દુનિયાના જી જીવી શકે છે. અન્યથા જીવે એક ક્ષણ માત્ર પણ જીવવાને શક્તિમાન નથી. દુનિયાના મનુષ્ય મેઝમઝામાં મસ્ત બનીને પરતંત્ર જીવન વ્યતીત કરે છે અને સ્વધર્મોથી ભ્રષ્ટ થાય છે. સ્વધર્મરક્ષણરૂપ સ્વાતંત્ર્યને પરિહરી દુનિયાના છ પરતંત્રતાની બેડીમાં પ્રવેશી અહેમમતાના વશ થઈ ગુલામ બને છે અને તેથી તેઓમાં દાસબુદ્ધિ પ્રગટે છે. માટે દુનિયાના લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે જ્ઞાની મહાત્માઓએ ઉત્સર્ગકાલથી અને આપત્તિકાલથી જે જે ઘટે તે તે ઉપાયને આદરવા જોઈએ. જે મનુષ્ય દેહાધ્યાસના તાબે થઈ અહંમમત્વી બની ફક્ત પશુના જીવનની પેઠે વિષયભેગની લાલસાએ જીવવાનું ઈરછે છે તે કીટકથી પણ ક્ષુદ્ર બનીને ધર્મમાંથી ભ્રષ્ટ બને છે અને અનેક લોકેને ભ્રષ્ટ કરાવવામાં નિમિત્તભૂત બને છે. શિષ્યાદિ ધર્મોની ઉપગિતા અવબેધાયા વિના આત્મોન્નતિહેતુભૂત ધર્મ સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી નથી. સર્વ ધર્મોની ફરજ અદા કરવાને માટે જીવવાનું છે એમ નિશ્ચયથતાંની સાથે લેકના કલ્યાણાર્થે આત્મભેગ અર્પવાની સ્થિર પ્રજ્ઞા પ્રગટે છે અને તેથી વિશ્વકોને ધર્મોમાં
For Private And Personal Use Only