________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
પૂજાસેવા કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. મહાસંઘરૂપ સમષ્ટિ પ્રભુ એ જીવતા પ્રભુ છે. તેની સેવા કરવાથી અનન્તભવનાં બાંધેલ મેને ક્ષય થાય છે. મહાસંઘની સેવામાં સર્વ પ્રકારની આમન્નતિ સમાયલી છે. સર્વ તીર્થકરે પણ મહાસંઘરૂપ જંગમ તીર્થને નમસ્કાર છે. મહાસંઘરૂપ જંગમતીર્થની સેવામાં સર્વ સ્થાવર તીર્થોની સેવાને સમાવેશ થાય છે. જંગમતીર્થવિના સ્થાવર તીર્થની ઉત્પત્તિ નથી. ભૂતકાળમાં જેટલા તીર્થક થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે સર્વની ઉત્પત્તિની ખાણ મહાસંઘ છે. અનેક ગણધરે, અનેક યુગપ્રધાને, અનેક સતા, અનેક સતીઓ, અનેક ધર્મોદ્ધારક મુનિવરે, અનેક લબ્ધિધારી સાધુઓ વગેરેની ઉત્પત્તિનું મૂળ મહાસંધ છે. મહાસંઘમાં તીર્થકરોને સમાવેશ થાય છે. કારણકે તીર્થંકરે પણ મહાસંઘમાંથી પ્રગટયા, પ્રગટે છે અને પ્રગટશે. સાર્વજનિકસેવાન મહાસંઘમાં સમાવેશ થાય છે. વિશ્વસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે. સાગરની ઉપમાને ધારણ કરનાર મહાસંઘ છે. મહાસંઘની આજ્ઞામાં સર્વે આજ્ઞાને સમાવેશ થાય છે. મહાસંઘની આજ્ઞાનું ઉથાપન કરતાં તીર્થકરની આજ્ઞાનું ઉત્થાપન થાય છે. જીવતે જાગતે બોલતે ચલતે, મહાસંઘ છે તે સમષિરૂપ સાકાર મહાપ્રભુ છે. તેનાં દર્શન કરવાથી અને તેની ભક્તિ કરવાથી અનંત પુણ્ય, અનંત નિર્જરાદિ મહાફળની પ્રાપ્તિ થાય છે. મહાસંઘની સેવા કરવાથી ગમે તેવા પાપી મનુષ્યને પણ ઉદ્ધાર થાય છે. એમ અનેક શાસ્ત્રમાં, વેદમાં આગમમાં નિવેવું છે. આ કાલમાં મહાસંઘની આજ્ઞા સમાન કેઇ આજ્ઞા નથી અને મહાસંઘની સેવા સમાન કેઈ સેવા નથી. ચાતુર્વર્ણ મહાસંઘમાં રહેલા પુરૂષ અને સ્ત્રીઓ માટે તન, મન, અને ધનાદિ સર્વ શક્તિનું સમર્પણ કરવું. મહાસંઘમાં રહેલ સર્વ પુરૂષની અને સ્ત્રીઓની ઉન્નતિ માટે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે સ્વયશક્તિથી સદા ઉદ્યમ કર. મહાસંઘના નેતા આચાર્યો વગેરેના ઉપદેશાનુસારે મહાસંઘની પ્રગતિ થાય એવા ઉપાયોનું સેવન કરવું. મહાસંઘની પડતી ન થાય અને મહાસંઘની ચડતી થાય એવા સર્વ ઉપાયોથી સદા સેવામાં તત્પર થતાં સાક્ષાત્ પ્રભુની સેવા જેટલું ફલ પ્રાપ્ત થાય છે. મહાસંઘની સેવાભક્તિના અનેક માર્ગો છે. મહા
For Private And Personal Use Only