________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારી સર્વે આત્માઓના સમૂહને એક સમણિરૂપ પ્રભુ માનીને કેટલાક તેની સેવા-ભક્તિ-ધ્યાન ધરે છે. એ પ્રમાણે સર્વત્ર સર્વ ધર્મદષ્ટિમાં બહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માની ધ્યાન-સેવા થઈ રહેલી છે. બહિરામા તેજ અંતરાત્મા થાય છે અને અન્તરાત્મા તેજ પરમાત્મા થાય છે. બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણઆત્માનાં રૂપ છે, તેથી એ ત્રણ આત્માઓને અનેક દૃષ્ટિથી પ્રભુરૂપ માનીને ભજનારાઓને આત્મારૂપ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. વદર્શનમાં આત્માદિતની જે જે માન્યતાઓ લખેલી છે તેને સાપેક્ષનયથી જૈનદર્શનમાં સમાવેશ થાય છે. શ્રીઆનંદઘનજી મહારાજ શ્રીનમિનાથના સ્તવનમાં પદર્શન જિનઅંગ ભણજે. ઈત્યાદિ પ્રતિપાદન કરીને જિનભગવાનનાં અંગ તરીકે પર્શનેને જણાવે છે. જૈન દર્શનરૂપ સાગરમાં એકેકનયથી ઉઠેલ સર્વ દર્શનરૂપ નદીને સમાવેશ થાય છે. અતએવ જૈનદર્શનની અનન્ત વર્ણલતા છે તેથી તે સર્વ દર્શનેમાં મહાસાગરની ઉપમાને ધારણ કરે છે અર્થાત્ તે વિશ્વમાં સર્વત્ર અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત વિદ્યમાન છે. જૈનદર્શનરૂપ યાને અનન્તજ્ઞાનરૂપ વેદની આદિ નથી અને અન્ત નથી. જેનદર્શનમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થાય છે. જૈન દર્શનરૂપ આત્મા તેજ શુદ્ધબ્રા છે. તે જ વેદ છે અને તેજ વેદાન્ત છે. તેજ આગમ છે. તેજ સર્વ ધર્મશાસ્ત્રોને સાર છે. તેજ બાઈબલ અને કુરાન છે. જૈનદર્શનરૂપ આત્મામાં અનન્ત વેદો, અન્નત વેદાન્ત, અનન્ત આગમે, અનન્ત બાઈબલે, અનંત કુરાને, અને અનંત પુરાણે સમાઈ જાય છે. ભૂતકાળમાં જે બન્યું, વર્તમાનમાં જે બને છે અને ભવિષ્યમાં જે બનશે તે સર્વે જૈનદર્શનરૂ૫ આત્માની બહાર નથી. આવા જૈનદર્શનરૂપ પરમાત્માને આરાધી–સેવી અને તેનું ધ્યાન ધરીને ચેરશીગચ્છના જૈને અને વિશ્વવતિ સર્વ દર્શનીય મનુષ્ય, સર્વ ધર્મના મનુષ્ય, મુક્તિને પામે છે. ચોરાશીગચ્છના જૈને, બ, સાંખે, હિન્દુ, મુસલમાને, ખ્રિસ્તિ વગેરે સર્વ ધર્મના મનુષ્ય, જૈનદર્શન પ્રતિપાદ્ય સમભાવરૂપ આત્માની અવસ્થાને અંગીકાર કરીને મુક્તિ પામે છે. સમભાવ છે તેજ આત્માની શુદ્ધ દશા છે, તેને પામીને ગમે તે દર્શનમાં રહેલે મનુષ્ય મુક્તિપદને પામે છે
For Private And Personal Use Only