________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૧
છે. જૈન દર્શનરૂપ આત્માના અનન્ત વર્તુલમાં લઘુ વર્તુલરૂપ સર્વધર્મદર્શનાના સમાવેશ થઈ જાય છે. જૈનધર્મમાં સર્વ જીવમાત્રના સમાવેશ થઈ જાય છે. દુનિયામાં જેજે પદાર્થોં છે તે સર્વના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઇ જાય છે. અતએવ જૈન ધર્મની અનન્ત વર્તુલતાની બહાર કોઇ ધર્મ રહી શકતા નથી. અસંખ્ય રોગના ધર્મકર્મ સાગરની બહાર કઈ દુનિયાના ધર્મ રહેતા નથી તેથી અસ`ખ્ય ચેાગેથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામાં કોઇ જાતના વિધ આવતા નથી. કાઈ આત્માને વિષ્ણુરૂપ માનીનેતેની ઉપાસના કરે છે. કાઇ આત્માને શિવરૂપ હરરૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ આત્માને દેવી શક્તિરૂપ માનીને તેની ઉપાસના-આરાધના—ભક્તિ કરે છે. કાઈ આત્માને અલ્લા ખુદારૂપ માનીને તેની ઉપાસના સેવા ભક્તિ ધ્યાન ધરે છે. કોઇ આત્મારૂપ પ્રભુને ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવરૂપ માનીને તેની સેવા, ઉપાસના, કરે છે. કાઇ આત્માને પ્રેમરૂપ માનીને તેની સેવા કરે છે. કાઇ આત્માને ગાતમ બુદ્ધરૂપ માનીને તેની સેવા ભક્તિ કરે છે. કાઈ આત્માને સમસ્ત વિશ્વરૂપ માનીને તેની સેવા કરે છે. કોઇ આત્માને નિરાકારરૂપ માનીને નિરાકારરૂપે પ્રભુનું ધ્યાનભજન કરે છે અને કોઇ આત્માને સાકાર માની સાકારરૂપે પ્રભુનું ભજન કરે છે. કોઇ ઉત્પાદરૂપ સર્ગમાં, વ્યયરૂપ પ્રલયમાં અને ધ્રુવતારૂપ સ્થિરતાકાલમાં, ત્રણ અવસ્થારૂપે આત્મારૂપ પ્રભુને માનીને તેનું ધ્યાન ધરે છે. ઉત્પાદવ્યય, વરવરૂપ આત્મા છે. આત્મારૂપ પ્રભુ અનેક ઉત્તમ અવતાર સ્વરૂપા માનીને કેટલાક મનુષ્ય નામરૂપ સહિત તેઓની આરાધના કરે છે. આત્મારૂપ પ્રભુના અનેક રૂપે અને અનેક નામે છે. રોગુણ, તમેગુણ અને સત્વગુણુ સહિત આત્માને કેટલાક સખલ બ્રહ્મ માની તેની આરાધના કરે છે, રજોગુણ, તમેગુણ અને સત્વગુણુ રહિત નિર્વિકાર નિરાકાર બ્રહ્મરૂપ આત્માની કેટલાક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ વ્યષ્ટિપ્રભુની કેટલાક સેવા આરાધના ભક્તિ કરે છે. ચઉદરાજ લેકમાં રહેલ સર્વ જીવની ચિન્માત્ર સત્તાને કેટલાક કૈવલાદ્વૈતદૃષ્ટિએ કેવલ એક બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે. કર્મસહિત
For Private And Personal Use Only