________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૯
महानद्यो यथा यान्ति, सागरं प्रति वेगतः । मुक्तिं प्रति तथा यान्ति, सम्यग् गच्छा हि साम्यतः॥१२८| साम्यभावं समालम्ब्य नाना दार्शनिका जनाः धर्मकर्मप्रकर्तारो, याता यास्यन्ति सद्गतिम् ॥१२९ ॥
શબ્દાર્થઃ--નાનાગાદિવ્યાપ્ત મહાસંઘની પૂજ્યતા છે. સંઘસેવાદિકર્મોમાં સદાસપુરૂષોએ યત્ન કરવા જોઇએ. મહાનદી સાગર પ્રતિ વેગથી જાય છે. તદ્ભુત્ સર્વ ગચ્છ મુક્તિપ્રતિ જાય છે. સામ્યભાવને અવલ’ખી નાનાદાર્શનિક જના કે જેઓ ધર્મ કરનારાઓ છે તે મુક્તિ પામ્યા પામે છે અને પામશે.
વિવેચનઃ—જૈનધર્મમાં ચેારાશીગચ્છ અનેકમત સપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્તંભ, ડાળાં, ડાળીઓ પ્રગટે છે. અને તેવટે તે શાભી શકે છે. વૃક્ષને સ્તંભ, ડાળાં, ડાળીએ જેમ વિશેષ ય છે તેમ તેની વિશાલતામાં-મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદો પડે છે. સર્વગોથી અનેલા વિદ્ય સંઘની મહાસંઘતા થાય છે. સર્વગમાં અનેક ચોગાવડે ધર્મની આરાધના કરનાર ત્યાગી અને ગૃહસ્થા હોય છે. સર્વગચ્છામાં અનેક ગુણીમનુષ્યેા હોય છે. કોઈ ગચ્છ એવા નહિ હોય કે જ્યાં ગુણી મનુષ્ય ન હાય. ઇંગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કાન્કવેટીવ અને લીખરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યમિંદુ તે કેટલાક વિચારોના મતભેદ છતાં એક છે. સેાસીયાલીસ્ટોની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વજ્ઞધર્મમાં પણ અનેક પક્ષેા હાય છે પણ તે સર્વે મુક્તિની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગચ્છભેદોમાંથી જુદુ જુદુ જાણવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધર્મની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃક્ષનાજ ચારાશીસ્ત ભેા હાય અને તેનાં સહશ્રશઃ ડાળાં હોય અને લાખા ડાળીચા હોય પરંતુ તે સર્વમાં વૃક્ષના રસતા એક સરખા વહે છે તદ્વૈત જૈનધર્મના અનેક ગચ્છા, મતા-સંપ્રદાયામાં જૈન ધર્મરૂપ રસ તે એક સરખા આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સર્વ વૃક્ષનાં
For Private And Personal Use Only