________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૩
શુદ્ધ નિશ્ચયથી સ્વયં આત્મા તેજ પરમાત્મા છે. તેમાં જ્ઞાનદર્શન ચારિત્રરૂપ રત્નત્રયી છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્ર છે. રાગદ્વેષનાં આવરણ ટળવાથી રત્નત્રયીને પ્રકાશ થાય છે. રત્નત્રયીના પ્રકાશાથે પરમબ્રહ્મરૂપ પરમાત્મામાં તન્મય થઈ જવું એજ પરમકર્તવ્ય છે. રત્નત્રયી પ્રકાશાથે જે જે કર્મયોગ સાધવામાં આવે છે તે અવબેધ. આત્મામાં તન્મય થવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિએને પ્રકાશ થાય છે. શુદ્ધનિશ્ચયષ્ટિથી આત્મા તેજ પરમાત્મા છે એવું મહાગીના અનુભવમાં આવે છે. આત્માની અનંત જ્ઞાનાદિશક્તિના પ્રકાશ કરવા માટે તન્મય-લયતા આદિ જે જે કરવું તે પરમકર્તવ્ય છે. નામરૂપમાં નામરૂપની અહંવૃત્તિના સ્થાને તેમાં આત્મદર્શન થાય અને નામરૂપની અહંવૃત્તિ ટળે તથા અનંતજ્ઞાનાદિ શક્તિ ખીલે ત્યારે આત્માની પરમકર્તવ્યતા સિદ્ધ થઈ એમ અવબેધવું. સર્વત્ર સર્વધ્યેયમાં આત્માની તન્મયતા થાય છે ત્યારે આત્માની શક્તિનો વિકાસ થાય છે. આત્માને આત્મારૂપ દેખ અને રાગદ્વેષની પરિણતિવિના આત્મધર્મકર્મની કર્તવ્યતા સાધવી એજ પરમકર્તવ્ય છે. આવી આત્મજ્ઞાનદશાથી તન્મયતા અને તેને શુદ્ધાપરોગ થવાની સાથે બાહ્યપ્રપંચમાંથી અહંમમત્વ ટળે છે. અધ્યાત્મજ્ઞાનીને વ્યાખ્યાનાદિ કર્મપ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. અધ્યાત્મજ્ઞાની પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહે છે. સાધુઓને અને ગૃહને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદપૂર્વક ધર્મકર્મ પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવવી પડે છે. કેઈ વખતે ઉત્સર્ગથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવાય છે તે કઈ કાલે કોઈ ક્ષેત્રે અપવાદથી ધર્મેકર્સ પ્રવૃત્તિ સેવાય છે. દ્રવ્યત્રકાલ ભાવે ઉત્સર્ગમાર્ગે અને અપવાદમાર્ગ ધર્યકર્મપ્રવૃત્તિને સાધુઓ, અને ગૃહસ્થ સેવે છે. કેઈ કાલે કેઈ ક્ષેત્રે ઉત્સર્ગની મુખ્યતા હોય છે અને અવારની ઐણતા હોય છે. કેઈ કાલે કઈ ક્ષેત્રે કઈ ભાવે અપવાદની મુખ્યતા હોય છે અને ઉત્સર્ગની ગાણુતા હોય છે. બાહવ્યાવહારિક અને ધાર્મિક કર્મપ્રવૃત્તિને ઉત્સર્ગથી અને અપવાદથી બકાલાનુસારે સેવાય છે. ગુહાએ અને ત્યાગી મહાત્માઓએ
For Private And Personal Use Only