________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ધાતી હોય તેઓનું ચારેતરફથી આજુબાજુના સંગે તપાસી જ્ઞાન કરવું જોઈએ. કેટલીક વખત કર્તવ્યકર્મના અજ્ઞાનથી સ્વાવશ્યકકર્મયોગ પણ અનાવશ્યકકર્મયોગ તરીકે જણાય છે અને અનાવશ્યક છે જે કિયાઓ હોય તે આવશ્યક તરીકે અવાધાય છે. જે જે આવશ્યક ક્રિયાઓનું સમ્યગ જ્ઞાન થાય છે તે તે કિયાએ કરવામાં જે જે હેતુઓની જરૂર હોય છે તે તે હેતુઓને અવલંબવામાં આવે છે. આવશ્યક કિયાગનું જ્ઞાન થવાથી આત્મા સ્વયં સાક્ષીભૂત થઈને તે તે ક્રિયાઓમાં બાહ્ય વ્યવહારતઃ પ્રવૃત્તિ કરે છે. જે જે કાર્યો કરવાનાં હોય તે તે કાર્યો કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વ અને સમાજને શું લાભ તથા હાનિ છે, તે જાણતાં સમ્યગ્રવૃત્તિ થાય છે. જે જે ક્રિયાઓ કરવાની ધારી હેય તેના કરતાં અન્ય કઈ ક્રિયાઓ કરવાની ઉત્તમ છે કે નહિ તેનું પરિપૂર્ણ જ્ઞાન કરીને આત્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરે છે તેથી સ્વફને જેવા ઉત્તમ ભાવે અદા કરે છે તેવા ભાવે કાર્યકિયાને અજ્ઞાની છવ તેવી આવશ્યક કર્મ એગની ફર્જને અદા કરી શકતું નથી. રાગ દ્વેષના સંકલ્પપૂર્વક જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેનાથી બંધન થાય છે અએવ રાગદ્વેષના સંકલ્પ વિક૫ને ત્યાગ કરીને હર્ષ શાક વિના સ્વફર્જને અનેક દષ્ટિએ અદા કરવી જોઈએ, એમ દઢનિશ્ચય કરીને અવસ્થા આદિના અધિકાર પ્રમાણે જે કર્મવેગને આચરે છે તે બાહ્યથી ક્રિયાઓ કરતાં છતાં અન્તરથી નિષ્ક્રિય રહી મહત્તમ કર્મયોગી બની શકે છે. કર્મયગમાં ઉચ્ચ નિવિકલ્પક દશાનું કર્મગિનું સાધ્ય લક્ષ્યબિંદુ કપીને પશ્ચાત્ કર્મયોગ કરવામાં આવે તે બાહ્યથી ક્રિયાઓમાં અજ્ઞાનીની દષ્ટિએ સલેપત્વ જણાતાં છતાં અન્તરથી નિર્લેપત્વ રહે છે. અન્તરથી નિર્લેપપણે સ્વપરના સમ્યગ ઉપગે રહીને બાહાથી કાષ્ઠ પૂતળીની પેઠે વ્યાવહારિક ક્રિયાઓને સ્વાધિકારે ફર્જરૂપે માની કરતાં જ્ઞાનદશાનું કર્મગિત્વ પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહારિક ધાર્મિક કાર્યોને ઉદયાગત સ્વફર્જ માની કરે છે તેથી ઉત્તમોત્તમ લકત્તરિક કર્મગિત્વ તેમને ઘટે છે. તેવી દશાનું લેકત્તરિ, કર્મગિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર
For Private And Personal Use Only