________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૩
યુક્ત જ્ઞાનની જેટલી સ્તુતિ કરીએ તેટલી જૂન છે માટે આત્મજ્ઞાનીએ વ્યાવહારિકધામિકકર્મપ્રવૃત્તિને નિષ્કામ ભાવથી સેવવી જોઈએ અને તેવી દશા ન થાય તે પ્રશસ્યને પ્રેમથી તેવાં કર્મોને સેવવાં જોઈએ. કેરી પાકતાં તે સ્વયમેવ બટડાના પાકની સાથે ડાળી પરથી પૃથ્વી પર પડે છે; તત્ જ્ઞાનની પરિપક્વતા થતાં સ્વયમેવ સર્વ કામનાઓ અને ફલેચ્છાઓ રહિત નિષ્કામ ભાવે ફરજરૂપ ધર્મથી કર્તવ્યકર્મોને સેવી શકાય છે. એમ સર્વત્ર સર્વ કર્તવ્યકાર્યોમાં જ્ઞાનીઓએ એ પ્રમાણે ઉપદેશ જાણુ.
અવતરણ –અપાત્ર મનુષ્યને આત્મજ્ઞાન છે તે હિતકારક થતું નથી પણ ધર્મકર્મના સંબંધે તે હિતકર થાય છે એમ જણાવવામાં આવે છે. अपात्रश्रोतृषु स्वात्म, ज्ञानस्वात्महिताय न । धर्मकियानुषङ्गेण, ब्रह्मज्ञानं हिताय तत् ॥ १९७ ॥
શબ્દાર્થ –અપાત્ર છેતાઓને વિષે સ્વાત્મહિતાર્થે આત્મજ્ઞાન થતું નથી. ધર્મક્રિયાનુષ બ્રહ્મજ્ઞાન હિત માટે થાય છે.
વિવેચન આત્મજ્ઞાન છે તે સર્વજ્ઞાને માં શ્રેષ્ઠ છે પરંતુ તે અપાત્ર તાઓને આત્મજ્ઞાન હિતકારક થતું નથી. તેના અનેક કારણે છે.
ધર્મકર્મની પ્રવૃત્તિદ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરૂ સેવા ભક્તિ, અન્ય ધર્મકાર્યપ્રવૃત્તિ વડે બ્રહ્મજ્ઞાનને ધ હિતાર્થે થાય છે. કર્મ કરતાં કરતાં ગુરૂવાથી જે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બ્રહ્મજ્ઞાનથી કદાપિ પતિત થવાતું નથી. પાત્રોગ્ય મનુષ્યને બ્રહ્મજ્ઞાનને ઉપદેશ અને તેની પ્રાપ્તિ ખરેખર હિતાર્થ થાય છે. જે પ્રેમી અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં કરે તેની પેઠે પૂર્વ ભવના સંસ્કારી આત્માઓને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યાથી તેઓની ઉચદશા થાય છે. અન્યથા તે સંશયમાં પડી જાય છે વા શુષ્ક, નાસ્તિક બની જાય છે. એગ્યતા વિના આપેલું પચતું નથી. સેવાદિ કર્મોની પરિપકવતા થયા વિના આત્મજ્ઞાનની મહત્તાને ખ્યાલ ખરેખર શિષ્યને આવતું નથી અને તે ખ્યાલ આવ્યાવિના ગુરૂઓની મહત્તા અવ
૨૦
For Private And Personal Use Only