________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૫ આત્મસ્વરૂપ અવધતાં બદ્ધ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, પ્રતાદિ એક એક ધર્મના વાડામાં પતિત થવાનો સંભવ રહેતું નથી અને ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ પર રાગ દ્વેષને પ@િામ થતું નથી. સ્યાદ્વાદદન એ વસ્તાર અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યગજ્ઞાતાઓ સર્વ દર્શનેની સર્વનયદ્રષ્ટિથી આત્મસ્વરૂપ અવધીને શુભાશુભ પરિણામની સંકીર્ણ તાને ત્યાગ કરી અનન્ત બ્રહ્મસ્વરૂપમય બની સ્વાધિકારે કાર્યોને કરે છે, માટે હે શિષ્ય !!! તું ગુરૂમુખથી તે બાબતને નિર્ધાર કરીને કર્મ પ્રવૃત્તિમાં નિઃશંકપણે પ્રવૃત્તિ કર !! દેપાદેય બુદ્ધિપૂર્વક
ચિત કર્મ રહસ્યને અવધીને હે શિષ્ય ! તું સ્વકર્મ સેવ!! કર્મના રહસ્યને ગુરૂમુખથી અવધવાની જરૂર છે એમ જેનાગમે અને વેદે સર્વત્ર જોષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરૂનામુખથી કર્મનું સ્વરૂપ અવબોધ્યાથી કર્મવેગમાં ભૂલ રહેતી નથી. અજુને શ્રીકૃષ્ણ અન્તરાત્માની પાસેથી કર્મનું રહસ્ય અવધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અને વિજયશ્રીને પામ્યા હતા. ગુરૂગમ વિના કદાપિ કર્મનું સત્ય રહસ્ય અવધાતું નથી. કર્મનું રહસ્ય અવબોધીને જેઓ કર્મયેગીઓ થએલ છે તેને વ્યાવહારિક કર્મમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. સ્વબુદ્ધયનુસારે અને યથાશકિત એ કર્મ કરવાની જરૂર છે. રવશક્તિની હદ બહાર અને સ્વસતિની હદ બહાર કર્મ કરવાથી સ્વપરને લાભ મળી શકતું નથી. અનન્ત બ્રહ્મના અનુભવનારા જ્ઞાની કર્મગીઓ વિના વિશ્વમાં કર્મમાં પતિતદશા થાય છે. જે જે જમાનામાં અનન્ત જ્ઞાનની હીનતા થાય છે તે તે જમાનામાં પતિત મનુષ્ય થાય છે અને તેઓ કર્મયોગના વાસ્તવિક સ્વરૂપને અવબોધ્યા વિના અલ્પલાભ અને અનન્ત હાનિને પ્રાપ્ત કરી શકે છે. અનન્તજ્ઞાની કમગીઓના અભાવે વિશ્વમાં અવ્યવસ્થિત દશા થઈ જાય છે અને અનન્ત ઉચ્ચ દશાના પ્રગતિ શિખરથી વિશ્વ લેકે ઠેઠ નીચા પડી જાય છે માટે ગુરૂમુખપૂર્વક કર્મચાગ જાણીને કર્મમાં પ્રવૃત્તિ કર !!!
અવતરણ–ગુરૂમુખથી કર્મનું સ્વરૂપ અવધ્યા વિના ગડું રિક પ્રવાહથી જે જડ મનુષ્ય કર્મ કરે છે, તેઓની દશા જણાવવામાં આવે છે.
For Private And Personal Use Only