________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે. શુભાશુભપરિણામવિના બ્રાહ્મણાદિ મનુષ્યને એકદમ કોઈ કર્મ દોડીને આવી વળગી પડતું નથી અને કાઈ પ્રભુ પણ એવા નથી કે જે શુભાશુભ પરિણામવિના આત્મામાં કર્મ ઘુસાડી દે, બાહ્યપ્રવૃત્તિ રૂપ કર્મ જુદા પ્રકારનું છે અને આત્માને લાગતું જ્ઞાનાવરણીયાદિ કર્મ જુદા પ્રકારનુ છે. શુભાશુભપરિણામવિના ફક્ત ફરજરૂપ ધર્મની અપેક્ષાએ કર્મચાગીએ બાહ્યકર્મીને કરે છે તેથી તે વર્તમાનદેહે તે તે અંશે મુક્ત છે અને તેથી તેઓ વ્યવહારધર્મથી ભ્રષ્ટ થતા નથી. આત્મશક્તિઓના વિકાસ કરીને તેઓ શુભાશુભ પરિણામરૂપ કર્મથી મુક્ત થઈ જગના કલ્યાણાર્થે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. તેઓ કોઇ પણ વૃત્તિના અને આચારના ધર્મથી મર્યાદિત થઇ સકીર્ણ થતા નથી. આત્માનું યાને બ્રહ્મનું અનંત વર્તુલ છેતેવું તેઓ અવખા ધીને અમુક વિચારના અને આચારના સંકીર્ણ નતુલમાં એકાન્તે મંધાઇ જતા નથી. તેએ સર્વ વિચારામાં અને સર્વ આચારામાં સ્વતંત્ર રહીને કર્મચેગીની ફરજને અદા કરે છે. તે ભૂતના વિચારોમાં અને આચારામાં એકાન્તે ખાઇ જતા નથી. તેમજ વર્તમાનકાલીન વિચારામાં અને આચારોમાં એકાન્ત સંકીણું જ્ઞાનવર્તુલથી ખંધાઈ જતા નથી. તે ભવિષ્યના વિચારોનાં અને આચારશનાં સકીર્ણવતુલમાં બંધાઈ જતા નથી. તેઓ જ્ઞાનાચાર, દરીનાચાર, ચારિત્રાચાર અને તપઆચારના અનન્ત વિચાર તથા આચારના સાર્વદેશીય વર્તુલથી સંબંધિત થઈને કર્મચાગની પ્રવૃત્તિને આદરે છે તેમાં તેમને અજ્ઞમનુષ્ય નિર્દે તેથી તેઓ કાઈ રીતે સાચ પામતા નથી. જ્ઞાનીઓના અને અજ્ઞાનીઓના, કર્મચેાગીના, શુષ્ક ચાગીઓના વિચારામાં અને આચારાનાં વર્તુલેામાં સ'કીર્ણદૃષ્ટિવતુલે અને અનન્તાવિર્તુલે બૃહદ્ તારતમ્ય અવમેધાય છે. જે આચારા અને વિચારો મર્યાદિત છે તે એક દેશીય હાવાથી તે અનન્તવતુલના એક અંશભૂત છે પરંતુ તેમાં જ્ઞાન અને આચારના અનન્તવતુલને સમાવેશ થતા નથી. જ્ઞાનના અનન્તવર્તુલની સાથે આચારનુ અનન્તવર્તુલ સમષ્ટિપરત્વે ભાસે છે પરંતુ વ્યક્તિગત અપિરત્વે તે તે સ ંકીણવર્તુલના દેખાવ આપે છે. બ્રહ્મના અનન્તવર્તુલના અનુભવ પામ્યા પશ્ચાત્ ચેગવાશિષ્ઠાદિ ગ્રન્થાએ પ્રતિપાદિત વૃત્તિયેાના શુભાશુભત્વના
For Private And Personal Use Only