________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૮
રૂપને સાક્ષાત્ કરનાર હોવાથી આત્મસ્વાતંત્ર્યપૂર્વક વ્યવહાર સ્વાતં વ્યને ઉપચારથી અંગીકાર કરે છે અને તેથી તે બ્રહ્માનંદપૂર્વક સર્વ છના શ્રેય માટે જેમ ઘટે તેમ પ્રવૃત્તિ નિવૃત્તિ સેવે છે. આત્મસ્વાતંત્ર્યને કર્મયોગી ઉપર્યુકત દશા પામીને પ્રાપ્ત કરે છે. એમાં અનેક મહષિના ઉદ્દગાની સાક્ષીઓ છે. અજ્ઞાની કે તેમની બાહ્યદષ્ટિથી શુદ્ધબ્રહ્મદષ્ટિધારક કર્મગીને ન અનુભવી શકે તેથી તે અજ્ઞાનીઓના અભિપ્રાયમાં મુંઝાતું નથી અને બ્રહ્મદષ્ટિથી પ્રવૃત્તિ વા નિવૃત્તિમાં જેમ ઘટે તેમ તે વર્યા કરે છે.
અવતરણ –-આત્માનું ઉપર્યુક્ત સ્વરૂપ અનુભવવાથી વ્યાવહારિક પ્રવૃત્તિમાં પ્રારબ્દાનુસારે શરીરાદિકની પ્રવૃત્તિ થાય છે છતાં આત્મા સર્વથી નિઃસંગ ભાવે રહે છે એ અનુભવ કર્મયોગીને આવતાં તે સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં વા તેની નિવૃત્તિમાં સ્વતંત્ર થવાથી તેને અન્ય તરફથી કશું કહેવાનું રહેતું નથી એવી સ્થિતિમાં તે જલપકજવત્ નિર્મલતા અનુભવીને જે કંઈ કરે છે તે નિવેદવામાં આવે છે. अध्यात्मज्ञान योगेन, कर्म कुर्वन्नलिप्यते । जलपङ्कजवद् विज्ञोः श्रीकृष्ण श्रेणिकादिवत् ॥१०॥
શબ્દાર્થ –અધ્યાત્મજ્ઞાન ગવડે જલમાં રહેલ નિર્લેપ કમલની પેઠે શ્રીકૃષ્ણ અને શ્રેણિકાદિની પેઠે જ્ઞાન કર્મ-પ્રવૃત્તિ કરતે છતે પણ લેપાયમાન થતું નથી.
ભાવાર્થજલમાં કમલ રહે છે તે સૂર્યથી અત્યંત દૂર છે છતાં સૂર્યના પ્રકાશથી તે વિકસે છે અને સૂર્યાસ્તની સાથે તે સંકેચાઈ જાય છે. જલમાં કાદવના ગે તે થાય છે છતાં જલકર્દમથી ઉપર રહે છે. મેટા મેટા હૃદમાં કમલે થાય છે. જલને સંબંધ છતાં જલસંગેકમલે લેપાયમાન થતાં નથી. કમલમાં નિલપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે, વા સૂર્યના કિરણોના સંસ્કારથી તે સંસ્કારબળે ખીલે છે. તદ્ધત્ આત્મામાં નિર્લેપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે. આકાશમાં અનન્ત કર્મ વર્ગણાઓ છતાં તે આત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી કર્મ કરતે છતે પણ કર્મથી નિર્લેપ રહે છે. શ્રીકૃષ્ણને શ્રી નેમિનાથ પ્રભુની ઉપાસનાથી સમ્ય
For Private And Personal Use Only