________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૫ બળથી સર્વત્ર અખલિત બ્રહ્મદષ્ટિથી સર્વ અવલેકાય છે અને જ્ઞાનગભિત વૈરાગ્યના બળથી સર્વત્ર નિર્મોહભાવથી આચરણે થાય છે તેથી હંમરવવંત્યા પૂર્વક કર્મચગીની ફરજ અદા કરી શકાય છે, અને એગ્ય કાર્યો કરવા છતાં સહજાનન્દના રસ પૂર્વક બાહ્ય જીવને અને અન્તર્ અનંત જીવન જીવીને અનન્ત પ્રભુમય જીવનસાગરમાં તન્મય બની શકાય છે.
અવતરણ –અહંમમત્વરહિત બ્રહ્મજ્ઞાની આત્માનું વાસ્તવિક કેવું સ્વરૂપ અવલોકે છે? તે જણાવે છે.
(કર્મયોગ) जायते म्रियते नात्मा, शुद्ध निश्चयतः सदा। न विद्यते पुनर्जन्म, शुद्ध ब्रह्मणि वस्तुतः ॥१०६॥ सदा ज्ञानप्रकाश्यात्मा, सर्वज्ञेय प्रकाशकः। उत्पत्तिव्यय युक्तात्मा, शुद्ध धर्मक्रियायुतः ॥१०७॥
શબ્દાર્થ –શુદ્ધનિશ્ચયતઃ આત્મા સદા ઉત્પન્ન થતું નથી અને મરતો નથી. શુદ્ધનિશ્ચયથી વસ્તુતઃ આત્મામાં પુનર્જન્મ નથી. સદા સર્વય પ્રકાશક જ્ઞાન પ્રકાશી આત્મા છે. પર્યાયાર્થિક દૃષ્ટિથી ઉત્પતિવ્યય મુક્ત આત્મા છે અને દ્રવ્યાર્થિક દષ્ટિથી ધ્રુવસ્વરૂપી આત્મા છે. શુદ્ધધર્મક્રિયાયુત આત્મા છે.
વિવેચન –શુદ્ધ નિશ્ચયટષ્ટિથી અવલેતાં આત્મા ઉત્પન્ન થતું નથી અને મરતે નથી. જેનાગમાં, વેદમાં, ઉપનિષદોમાં અને પુરાણમાં આત્માને અજરઅવિનાશી કર્મે છે. આત્માની આદિ નથી અને અન્ત નથી. જેની આદિ નથી તે નારિ કહેવાય છે અને જેને અંત નથી તે ૩ના કથાય છે. અનાદિ અનંત આત્મા છે તેથી તે ત્રણ કાલ ધ્રુવ છે. આત્માના મૂલ દ્રવ્યસ્વરૂપમાં કદાપિ ફેરફાર થતો નથી. દેહને જન્મ જરા અને મરણ છે. દેહને અને આત્માને સંબંધ હોવાથી અજ્ઞાની લેકે આત્મામાં જન્મ, જરા અને મરણની કલ્પના કરે છે. શરીર
For Private And Personal Use Only