________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૮
સ્પર્ધાના બળમાં આગળ વધી શકાય નહિ એવું જ્ઞાનથી જણાય છે અને જે સમયે જે કિયા કરવાની હોય છે તે જ્ઞાનથી તુર્ત અવધાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયા હોય છે તે પ્રક કાર્ય પ્રવૃત્તિમાં વિજ્યને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિનાના અબ્ધ મનુષ્યની કાર્યપ્રવૃત્તિથી સ્વપરની પ્રગતિની આશા રાખવી એ વ્યર્થ છે. વિજ્ઞાનશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન યાને સાયન્સ વિદ્યા, અધ્યાત્મવિદ્યા વ્યાવહારિક ભાષા વિદ્યા આદિ અનેક પ્રકારની વિદ્યાઓનું સ્થાન સંપ્રાપ્ત કરવાથી આત્મપ્રગતિમાં પ્રગતિમાનું બની શકાય છે. જ્ઞાન અને કિયા એ બેથી પ્રગતિના શિખરે પહોંચતાં મેક્ષ થાય છે. આ ત્માને લાગેલી રાગદ્વેષની પરિણતિને હઠાવવાને કયા કયા ઉપાએ લેવા તેમજ તેનું ખરું સ્વરૂપ અવબોધવા માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના એક ધારસ પણ ચાલી શકે તેમ નથી. સર્વ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ કર્યા વિના સર્વ પ્રકારની ક્રિયાઓની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્વ પ્રકારના જ્ઞાનમાં આત્મજ્ઞાનની મુખ્યતા છે, પરતુ તે દશા પ્રાપ્ત કરવા માટે અન્યજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષા રહે છે અને અન્ય પ્રગતિની ક્રિયાની અપેક્ષા રહે છે. जे एणं जाणह से सध्वं जाणइ । सव्वं जाणइ से एगं जाणा એ સૂત્રથી એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણે છે. એકને સર્વની શક્તિને પરસ્પર આ પિક્ષિક સંબંધ છે તેથી અને જાણવાની જરૂર છે. સર્વ પ્રકારનાં જ્ઞાનેનું સ્વરૂપ અવધવાથી જે જે આવશ્યક કર્તવ્ય ક્રિયાઓ કરવાની હોય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્રકાલ, ભાવાનુસારે સમ્યગ પ્રવૃત્તિ થાય છે અને રાગાદિકના અભાવે નિર્લેપ દશા રહે છે. જ્ઞાની સર્વદા સર્વથા બ્રહ્મદષ્ટિએ કર્તવ્ય કાર્યને આરંભે છે. અતએ જ્ઞાની તેવી બદારષ્ટિથી માયાસમુદ્ર તરીને સર્વ પ્રપંચથી મુક્ત થાય છે. બ્રહ્મદષ્ટિએ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે તે માયાસાગરને તરી શકાય છે. બ્રાષ્ટિ વિના માયાસાગરને તરી શકાતું નથી. સર્વ કાર્યોમાં બ્રાદષ્ટિ રહેવાથી મનને કોઈ પદાર્થો સાથે રાગાદિક લેપ તે નથી અને તેમજ ઇન્દ્રિયે અને મનના વિષને પણ બ્રહ્મદષ્ટિએ દેખવાથી
For Private And Personal Use Only