________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૮
માત્મતાની ભાવના ભાવનાર મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતાં રાગાદિ ભાવથી લેપાઈ શકે નહિ એ બનવા એગ્ય છે. સ્વપર સર્વમાં પરાત્મતાદષ્ટિ જેની થઈ છે તે કર્તવ્ય કાર્યોમાં લેપાય નહીં. બાહ્ય કાર્યોમાં એવી શક્તિ નથી કે જે મનુષ્યની સર્વત્ર પરાત્મતા ધ્યેય દષ્ટિ થઈ છે તેને લેપાયમાન કરી શકે. આત્માથી ભિન્ન રહેલ જ્ઞાનાવરણીયાદિ પુગલ સ્ક ધમાં પણ એવી શક્તિ નથી કે જે એકદમ રાગદ્વેષની વૃત્તિ વિના સર્વત્ર પરાત્મતા સ્મરીને કાર્ય કરનારને લાગી શકે. સર્વત્ર કાર્ય પ્રવૃત્તિમાં બ્રા દષ્ટિવાળાને કોઈ જાતની કર્મબંધપ્રવૃત્તિ વસ્તુતઃ નથી
એવી રીતે માની જે સ્વર્તિવ્યને અદા કરે છે તે આ વિશ્વનું સર્વ તંત્ર ચલાવે તે પણ નિર્લેપ રહે એવી તેનામાં શક્તિ ઉત્પન્ન થાય છે તેથી તેને સલેપ થવાને કોઈ કાર્યપ્રવૃત્તિમાં ભય રહેતો નથી. સર્વ દશ્ય જડ પદાર્થોમાં શુભાશુભ પરિણામથી જે મુક્ત થએલ છે એ આત્મજ્ઞાની સંસારની વૃદ્ધિ કરતું નથી. નામરૂપના સંબંધે ઉપજેલી કર્તવ્ય વ્યવહાર પ્રવૃત્તિને જે શુભાશુભ પરિણામ વિના સ્વાધિકારે ફરજ માની કરે છે તેને જડ સ્કંધે આ સંસારમાં બંધન માટે થતા નથી. શુભાશુભ પરિણામમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણને સમાવેશ થાય છે. શુભાશુભ પરિણામ વિના નામરૂપ સંબંધે જે જે કાર્યોને સ્વાધિકાર જે જે મનુષ્ય કરે છે તે તે મનુષ્ય ગમે તે જાતના હોય તે પણ તેઓ સંસાર બંધનથી બંધાતા નથી. સર્વ દશ્ય પદાર્થોમાં શુભાશુભ પરિણામ જેને નથી તે સામ્યભાવી આત્મા કહેવાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા પરમાત્મરૂપ અત્તથી બને છે તેથી તે જે જે કંઈ કરે છે, બેલે છે તેમાં તે નિબંધ રહે છે અને તેની કર્તવ્ય પ્રવૃત્તિથી જગતને અનન્તગુણ ઉપકાર થાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા, કાયાદિક ગદ્વારા હિંસા કરે તથાપિ તેને ગંગા નદીમાં બુડનારા અને અપકાયાદિની હિંસાને બાહ્ય કાયવેગથી કરનારા મુનિની પેઠે અન્તરમાં કેવલજ્ઞાન પ્રકટાવવા કઈ જાતને આન્તર વિરોધ આવતું નથી. ગંગાનદી ઉતરતાં એક મુનિને એક દેવીએ ત્રિશુલ મારી જલમાં બુડાડયા. તે મુનિના કાયાથી અપકાયાદિ જીવની વિશેધના થઈ, પરંતુ અન્તરમાં તે મુનિ સામ્યભાવવડે આમે પગી
For Private And Personal Use Only