________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૭
કર્તવ્યપ્રવૃત્તિને અદા કરશે ત્યારે તેઓ આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક પ્રગતિને સાધી શકશે. યાદ રાખવું કે જ્યાં વિચારનું બલ નથી ત્યાં આચારનું બલ ઉદ્ભવતું નથી. આધ્યાત્મિક જ્ઞાન વિના વિચારબલની કેળવણું કરી શકાતી નથી. આધ્યાત્મિક વિચારેનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ પ્રમાણે સર્વત્ર સર્વ વ્યવહારમાં આચારોની વ્યવસ્થામાં સુધારા વધારા સાથે પ્રવૃત્તિ પૂર્વક પ્રગતિ કરી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિથી આમે પગપૂર્વક બાહ્યકર્તવ્ય પ્રવૃત્તિને સેવી શકાય છે. આ માને અનુભવ કરીને આવશ્યક કાર્ય કરનાર લેખાતે નથી એમ લેકમાં જે કથવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે બાહ્યનામ રૂપની પ્રવૃત્તિમાં જ્ઞાની કંઈ સ્વત્વ દેખી શકતું નથી તેથી તે તેમાં લેપાઈ શકતું નથી. નામરૂપની વૃત્તિ ટળતાં નામરૂપની આરપાર જ્ઞાનપ્રકાશ જવાથી પશ્ચાત્ નામરૂપ સંબંધી વ્યવહારે જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં લેપાવાનું ન થાય એ વસ્તુતઃ સંભાવ્ય છે. આત્મપગની સાથે બાહ્ય કાર્યો કરતાં નામરૂપની રાગદ્વેષાત્મક વૃત્તિ રહેતી નથી તેથી આપણી જ્ઞાની જે જે કાર્યો કરે છે તેમાં તે બંધાતું નથી. આત્મજ્ઞાની સર્વત્ર સર્વ કાર્યોમાં અને સર્વ દશ્ય અને અદશ્ય પદાર્થોમાં પરમાત્મતાની ભાવના ધારણ કરે છે તેથી તેનામાં પરમાત્મ ભાવના સંસ્કાર દઢ થવાની સાથે બાહા કાર્ય પ્રવૃત્તિમાં તેનું નિર્લેપત્વ પણ વધતું જાય છે. આત્મજ્ઞાની જે જે દેખે છે, જે જે સ્મરે છે, જે જે સાંભળે છે, જે જે સુંઘે છે, જે જે ખાય છે અને જે જે સ્પર્શે છે, તે સર્વમાં પર માત્મરૂપ એય ભાવને એક તાર પિતાના હૃદયની સાથે હોવાથી તેનાથી રાગ દ્વેષ વૃત્તિના સંસ્કારે નિર્બલ થઈ ટળતા જાય છે અને પરમાત્મપદ પ્રાપ્તિના સંસ્કારે દઢ થઈ પરમાત્મપદ સંમુખ થતા જાય છે. જયાં દેખું ત્યાં ત્યાંહિ તું હિ તુંહિ એવી પરમબ્રહ્મ ભાવનાની રઢ લાગવાથી બાહ્ય નામરૂપ વૃત્તિનાં સર્વ બંધને ને હૃદય સાથે સંબંધ છૂટી જાય છે અને પરમાત્મપદ ત્વરિત પ્રાપ્ત થાય છે. સર્વત્ર સર્વ દમાં પરમાત્મ ધ્યેયની ધૂન લાગવાથી દશ્ય પદાર્થોમાં રાગાદિક વૃત્તિને સંબંધ રહેતું નથી. જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હેય તેઓમાં પર
For Private And Personal Use Only