________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વદા બ્રહ્મષ્ટિવડે જ્ઞાનીએ કાર્ય આચરવું જોઈએ. કારણ કે સર્વત્ર સર્વદા બ્રહ્મદષ્ટિએ દેખનાર જ્ઞાની કાર્ય કરતે છતે માયાસમુદ્રને તારી નકકી મુક્ત થાય છે. મૂઢ જીને જે કાર્યો અને માટે થાય છે તેજ કાર્યો ખરેખર જ્ઞાનીને સદ્ગણવડે મોક્ષ માટે થાય છે. જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને બાહ્યકાર્ય એક સરખું હોય છે. જ્ઞાનીની અને અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ એક સરખી હોય છે. પણ પરિણામે વૈષમ્ય હોય છે અર્થાત્ જ્ઞાનીને અને અજ્ઞાનીને પરિણામમાં ભિન્નતા હોય છે. જ્ઞાનીના અને અજ્ઞાનીના પરિણામ ભિન્ન ભિન્ન હોય છે. કાર્યની સદશતા છતાં અજ્ઞાનીના પરિણામ જ્યારે બન્ધને માટે હોય છે ત્યારે જ્ઞાનીના પરિણામ ખરેખર મુક્તિને માટે હેય છે. જ્ઞાન અને વિરાચનું બળ શાસ્ત્રોમાં અપૂર્વ સંભળાય છે કે જે વડે કર્તવ્ય કાર્ય કરતે છતે નિર્લેપ જ્ઞાની જગમાં શેભી રહે છે. સર્વત્ર સર્વથા સર્વદા અહંમમત્વસંત્યાગથી અને સર્વત્ર સર્વ જેમાં બ્રહ્મદષ્ટિથી સર્વ કાર્યોમાં સર્વ વસ્તુઓમાં બ્રહ્મષ્ટિથી યથાયોગ્ય આવશ્યક કાર્યને કરતે છતે બ્રહ્મજ્ઞાની નામરૂપમાં–કર્મમાં-સંસારમાં લેપાતું નથી.
વિવેચન –ઉપર્યુક્ત કલેકનો ભાવાર્થ યદિ વિસ્તારથી લખવામાં આવે તે એક મેટું પુરતક થઈ જાય. નિશ્ચયદષ્ટિ ધારણ કરીને આત્માના ઉપયોગ પૂર્વક સ્વકર્તવ્ય કરવામાં આવે છે તે વ્યવહારમાં નિર્લેપ દશા રહી શકે છે. રાધાવેધના સમાન અત્યંત દુષ્કર કાર્યપ્રવૃત્તિની વ્યવહારે ફરજ અદા કરવાની હોય છે. જૈનદર્શન અને જૈનેતરદર્શનેનાં આધ્યાત્મિક શાસ્ત્રોનું બારવર્ષ પર્યન્ત સ્મરણ-મનન અને નિદિધ્યાસન કરવામાં આવે છે અને પશ્ચાત્ તેને અનુભવ કરવામાં આવે છે. તેમજ અધ્યાત્મજ્ઞાનને અનુભવ કર્યા પશ્ચાત્ આમે પગપૂર્વક બાહ્યકર્તવ્ય કાર્યોને કરવાને અભ્યાસ પાડવામાં આવે છે, ત્યારે આત્મજ્ઞાનિની દશા અને કર્મગિની દશા પ્રાપ્ત થાય છે. ગુરૂકુલેમાં અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસક કર્મયેગી મનુષ્ય પેદા થશે ત્યારે જડતા અને શુષ્કજ્ઞાનત્વ ટળશે અને ભારતને ઉદ્ધાર કરનારા મહાપુરૂષની પરંપરા પ્રકટાવી શકાશે. વીર્યની રક્ષા કરીને ઉર્ધ્વરેતા બ્રહ્મચારીઓને બનાવવામાં આવશે અને તેઓ સ્વપરદનનાં આધ્યાત્મિક શાસ્ત્રનું પરિપૂર્ણ મનન કરીને જ્યારે
For Private And Personal Use Only