________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૭
કર્તવ્યવિધિ છે. મનુષ્ય જેમ જીણું વસ્ત્રના ત્યાગ કરીને અન્ય વસ્ત્રને પહેરે છે પરન્તુ તે સ્વયં બદલાતા નથી તદ્વત્ જ્ઞાની શરીરરૂપ વસ્રને ત્યાગ કરે છે પરન્તુ તે ભૂતકાલમાં લીધેલાં સર્વ શરીરા તથા વર્તમાનમાં જે શરીરા છે તે અને ભવિષ્યમાં કર્મયોગે જે શરીરશ પ્રાપ્ત થશે તે સર્વને વસ્ત્રવત્ માને છે અને પેાતાને સર્વ શરીરથી ભિન્ન નિત્ય માનીને પ્રાપ્ત કર્તવ્યકાર્યને આચરે છે. જૈનદ્રષ્ટિએ આદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર છે અને વેદાન્તટષ્ટિએ સ્થૂલ, સૂમ, દિવ્ય, કારણ, મહાકારણ લિંગાદિ શરીરા વધવાં. ઉપર્યુક્ત પંચ શરીરથી ભિન્ન નિત્ય આત્મા માનીને જે શરીરદ્વારા કર્તન્યકાચને કરે છે તેને શરીરમાં કતૃત્વાભિમાન રહેતું નથી અને જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં અહંમમત્વ વાસનાથી બંધાવાનું થતું નથી. શરીરથી ભિન્ન આત્મા છે અને તે નિત્ય છે એવા નિશ્ચય કરવાથી પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતાં મૃત્યુને ભય રહેતો નથી. પાશ્ચાત્ય દેશીય યાદ્ધાએ સ્વકર્તવ્ય અદા કરવામાં પ્રાણને પરપોટાસમ ગણી યા હોમ કરી આત્મસમર્પણ કરે છે; તદ્વત્ કર્તવ્ય કાર્યમાં નિર્ભયદાથી શરીર પ્રાણનો ભાગ આપવામાં આવે છે તે આત્માન્નતિ થાય છે. શરીર પ્રાણના મમત્વથી અને તેની ભીતિથી મનુષ્યા વિશ્વમાં દાસત્વીટીમાં રહે છે અને તેએ વિશ્વમાં સ્વાત્મવંશપરંપરાને પણ વ્યવહારથી સંરક્ષવાને શક્તિમાન થતા નથી. અનેક શરીરે પ્રાપ્ત થાય અને ખદલાય તેથી તેમાં રહેલા નિત્ય આત્માને ભય પામવાનું કોઈ કારણ નથી; એવા નિશ્ચય થતાં આ ભવમાં પ્રાપ્ત થએલ શરીર માટે અહંમમત્વની વાસનામાં બંધાઈ જવાનું થતું નથી, અને નિત્ય આત્માને નિશ્ચય થવાથી મૃત્યુ ભય આદિ અનેક પ્રકારના ભયામાંથી બહાર નીકળવાનું થાય છે. તથા વાત્માની નિર્ભયદશાએ પ્રત્યેક ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કાર્ય કરવાની સ્વાજને પ્રાણ જતાં અદા કરી શકાય છે. તેહમમત્વ, પ્રાણમમત્વ, નામમમત્વ અને રૂપમમત્વ આદિ અનેક પ્રકારના મમત્વોથી દૂર રહીને પૂર્વે આર્યા સ્વારજને અદા કરવાને દેહ પ્રાણાક્રિકના ત્યાગ કરતા હતા તેનું કારણ એ હતું કે તે આત્માને નિત્ય માનતા હતા અને શરીરાક્તિ અનિત્ય માનતા હતા. તેથી તે
For Private And Personal Use Only