________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञानी शुद्धोपयोगेन, प्राप्तकार्य समाचरेत् ॥९१॥ प्रारब्धकर्मतः प्राप्तं, स्वाधिकारवशात्तथा चित्ते निष्क्रियभावोऽपि, ज्ञानी कर्म समाचरेत् ।।१२।।
શબ્દાર્થ-જ્ઞાની રવાત્માને સ્વભાવે નિરંજન, નિરાકાર, અરૂપ, નિષ્ક્રિય અને પ્રભુ માનીને કર્તવ્ય કાર્યને કરે છે. શરીરને વસ્ત્રવત્ ત્યજીને આત્મા અન્ય શરીરને ધારણ કરે છે એવી રીતે આત્માને નિશ્ચય કરીને આત્મજ્ઞાની પ્રાપ્ત કાર્યને સમાચરે છે. કર્તાને સંમેહ ત્યાગ કરીને સાક્ષીભૂત આત્માવડે જ્ઞાની સ્વાધિકાર સમાયાત સ્વીય કાર્યને સમાચરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માને માનીને આત્મજ્ઞાની શુદ્ધપાગવડે ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાપ્ત કર્યને સમાચરે છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થએલ અને સ્વાધિકારના વશથી પ્રાપ્ત થએલ કાર્યને ચિત્તમાં નિષ્ક્રિય ભાવ છતાં પણ જ્ઞાની આચરે છે.
વિવેચન -જ્ઞાની વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરતો છતો અન્તરમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી તે બાહ્ય સંબંધમાં અંજાતે નથી. જ્ઞાની પિતાને નિરાકાર માને છે તેથી તે સાકાર દક્યાદશ્ય પદાર્થોમાં અહંમમત્વથી અને સાકારભાવથી બંધાતું નથી. જ્ઞાની સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતે છતે અન્તમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી બાહ્ય કિયાઓમાં અહંમમત્વ અને કર્તવાભિમાનથી મુક્ત રહે છે. જ્ઞાની સ્વાત્માને પ્રભુ માનીને કર્તવ્ય વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને કરે છે; તેથી તેને બાહ્ય પ્રભુત્વની આકાંક્ષા રહેતી નથી અને નામરૂપ સબંધે કલ્પાયેલા પ્રભુત્વને તે પ્રભુત્વ માનતા નથી તેથી તે અન્તમાં દીનતા વિના આત્માની વાસ્તવિક પ્રભુતાના જુસ્સાથી કાર્ય કરી શકે છે, અને બાહ્ય પ્રભુપદ પદવી ઈત્યાદિથી લલચાઈ અનીતિ પાપકર્મ પ્રવૃત્તિને આચરતે નથી. જ્ઞાની સ્વભાવે સ્વાત્માને નિરંજનાદિરૂપ માને છે તેથી તે તેને ઉપગે રહીને વિભાવદશાને આત્માની દશા માન્યા વિના અને પ્રાસકાર્ય કરવા છતાં વિભાવદશામાં મુંઝાયા વિના તે પ્રાપ્ત કાર્યની ફરજને અદા કરે છે. જ્ઞાનીએ ઉપર પ્રમાણે સ્વાત્માને માની બ્રાહ્ય સ્થલ વ્યવહારમાં પ્રવર્તવું જોઈએ, એ તેની સ્વાધિકારે
For Private And Personal Use Only