________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६२ શરીરમાં છતાં દેહાધ્યાસ જેને ટળી જવાથી દેહ-અવસ્થા થઈ ગઈ છે તે સ્થલ દેહમાં છતાં સ્થલ દેહમાં નથી અને તેમજ જગતમાં છતાં જગતમાં નથી. જગની દષ્ટિએ જેવા બાહાથી દેખાય છે તે તે નથી; એવા આત્મજ્ઞાનીને બાહ્ય કાર્ય કરવા યોગ્ય વા ન કરવા ગ્ય તે સર્વે એક સરખું થઈ ગએલું હોવાથી તેઓ બાહ્યા કર્તવ્યાધિકારથી મુક્ત થએલ અપ્રમત્ત મુનિ, અવધૂત સાધુ, યેગી, પીર, જીવન્મુક્ત મહાત્મા વગેરે નામથી સંબોધાય છે. તેવી દશાવાળે આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે પ્રારબ્ધકર્માનુસાર કરે છે. બાહ્ય દશ્યકાર્યોના કર્તવ્યાકર્તવ્યાદિ વિચારેની પેલી પાર જેઓ ગમન કરીને આત્મામાં જે મસ્ત બની ગયું છે તે મહાપુરૂષ જગત્માં જીવતે દેવ પરમાત્મા અવબેધ. પ્રારબ્ધકર્માનુસારે બાહ્ય શરીરાદિ પ્રવત્તિને તે કરે છે છતાં તે કર્તવ્યવિવેકથી જુદી દશામાં મસ્ત થવાથી તે અક્રિય જાણ; કારણ કે તેને કરતાં છતાં તેનું ભાન નથી અર્થાત્ તેમાં ઉપયોગ નથી અને નહિ કરવાથી તેને કંઈ ન્યૂનતા નથી આવી તેની સ્થિતિ થવાથી તે જ્ઞાનાત્મા સર્વ વિશ્વમાં પૂજ્ય અને પ્રમત્ત ભેગી તરીકે પૂજાય છે. આર્યાવર્ત તેવા અવધૂત જ્ઞાનિયેગીએના તનુઓથી શોભી રહ્યું છે. તેવા આત્મજ્ઞાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાંથી જગતને ઘણું શિક્ષણ લેવાનું હોય છે. આતમજ્ઞાની કર્તવ્યાધિકારની મર્યાદા ધારણ કરીને જે કંઈ કરે છે તેથી વિશ્વને તે અનન્તગુણ ઉપકાર કરી શકે છે. જ્ઞાનાત્મા શરીર પરથી મમત્વને ત્યાગ કરે છે તે પિતાને શરીરરૂપ માનતા નથી. જ્ઞાની પોતે સર્વ જડ વસ્તુઓથી પિતાને ભિન્ન માને છે તેથી જડ વસ્તુઓમાં કલ્પાયેલી શુભાશુભની અસરથી તે મુક્ત થઈ શકે છે તેથી આત્મજ્ઞાની શરીર હણાતાં છતાં આત્માને હણાતે માનતું નથી. શરીર બળતાં છતાં જ્ઞાનાત્મા બળતો નથી. શરીર હણાતાં છતાં આત્મા નિત્ય હોવાથી આત્મા હણાતું નથી, તેથી આત્માને હણાયેલે માને એ નૈશ્ચયિકનયે બ્રાન્તિ છે. શરીર અનિત્ય છે, શરીર દહે છે, પણ આત્મા બળતો નથી કારણ કે આત્મા, નિરંજન, નિરાકાર, નિત્ય, પતિસ્વરૂપી છે તેથી આત્મા બળતું નથી. આત્માને બળતે. માનવે એ
For Private And Personal Use Only