________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હંણુતે નથી. શરીર બળે છે, પરંતુ તે જ્ઞાનાત્મા બળતો નથી. આત્મજ્ઞાની કાર્યોને કરતો છતે પણ તે કર્તા છે એમ કહેવાતું નથી. તે દેહમાં છે છતાં પણ દેહ ભિન્ન છે. દેહ છતાં તે જ્ઞાનાત્મા અહંમમત્વાદિ અધ્યવસાયથી મુક્ત થએલે હેવાથી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ શબ્દનયે મુક્તાત્મા ગણાય છે અને એવંભૂતનયે સર્વકર્મથી રહિત થયે છતે મુક્તાત્મા કહેવાય છે. આત્મામાં સર્વ અસ્તિ અને નાસ્તિ ધર્મો રહેલા છે. આત્મા વિના અન્ય દ્રવ્યોની અનન્ત ગુણ પર્યાયની અનન્ત નાસ્તિતા છે. તે આત્મામાં નાસ્તિભાવે સમાય છે તેથી (શ્રી વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનાધિકારે એક આયુમાં જેમ સર્વ વિશ્વમાં સમાવેશ કરેલ છે તદ્દત) આત્મા સર્વસંગત કહેવાય છે. આત્માના કેવલજ્ઞાનમાં સર્વ વિશ્વ યરૂપે ભાસે છે તેથી તેની અપેક્ષાએ પણ સર્વસંગત આત્મા કહેવાય છે. આત્મા સર્વત્ર છે અને સર્વમાં સર્વત્ર નથી એમ પણ વ્યક્તિની અપેક્ષાએ કથી શકાય છે. બાહ્ય સંગમાં જ્ઞાની આ પ્રમાણે આત્માનું સ્વરૂપ અવબોધીને નિસંગ થાય છે. આત્મજ્ઞાની આ પ્રમાણે આત્માનું અનેક નય દ્રષ્ટિએવડે સાપેક્ષ સ્વરૂપ જાણે છે. તે કિયાના અધિકારથી આત્મધ્યાનમાં લીન થઈને મુક્ત થાય છે તથાપિ તેની શબ્દાદિનચે જીવન્મુક્તદશા પ્રમાણે શરીરાદિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે તે વિધલોકેને ઉપકાર કરનારી થાય છે. આત્મજ્ઞાનને પ્રારબ્ધ કર્મસંગતિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે; અને તે તેને સ્વાધિકારે બાહ્ય વ્યવહાર કર્તવ્ય ધર્મ કથાય છે. આ ત્મજ્ઞાની શાતા અને અશાતા એ બંનેમાં વ્યવહારે વિષમપણું છે, છતાં પણ તે આધ્યાત્મિકદષ્ટિ પ્રતાપે બન્નેમાં સમાનતા માનીને તેમજ માન અને અપમાનમાં સમાનતા માનીને તથા રહેતા અને નિન્દકમાં સામ્ય માનીને કાર્યને બાહ્યાધિકારે કરે છે.
વિવેચન --આ પ્રમાણે શબ્દાર્થ કથીને હવે વિશેષાર્થ કંઈક કથવામાં આવે છે. જે આત્મજ્ઞાનીને કઈ બાહ્ય કાર્ય કરવામાં લાભ દેખાતે નથી અને ન કરતાં અલાભ દેખાતું નથી એ આત્મજ્ઞાની શરીરમાં રહેલે છતાં નિશ્ચયતઃ શરીરમાં નથી એમ અવધવું. બાહ્ય કાર્ય કરવામાં જેને લાભ હાનિની દૃષ્ટિ ટળી ગઈ છે અને
For Private And Personal Use Only