________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૯ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રના અધિકાર પ્રમાણે કરતાં છતાં નવીન કર્મ બંધાતાં નથી અને જે પૂર્વે બાંધ્યાં હોય છે તેઓની નિર્જરા થાય છે. ગૃહસ્થલિંગે અનેક મનુષ્ય આત્મજ્ઞાન પૂર્વક શુદ્ધ ચારિત્રભાવને પ્રાપ્ત કરીને બાહ્ય કર્તવ્ય કર્મનું પરિપાલન કરીને મુક્તિમાં ગયા છે. જડ કમોમાં એવી શક્તિ નથી કે આત્માની અશુદ્ધ પરિકૃતિ વિના એકદમ આત્માને ઍટી પડે. અએવ આત્મજ્ઞાનીઓ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરતા છતા કદાપિ કર્મભીતિથી કતવ્યબ્રણ બની શુષ્કવાદી બનતા નથી. પિતાને આત્મા નિર્મલ બુદ્ધિવડે સાર્વજનિક હિત કાર્યો કરતાં કદાપિ બંધાતું નથી અને તે પરમેશ્વરની આજ્ઞાની વિરાધના કરી શકતા નથી એમ સ્થિરપ્રજ્ઞાએ સ્વાત્મા પિતાની પ્રવૃત્તિ માટે સાક્ષી પૂરે છે તે અન્ય બ્રાન્ત શુષ્કજ્ઞાનીઓના મૃત વિચારથી મરવાનું કદાપિ ધારવું નહિ અને કર્તવ્યકાર્યથી ભ્રષ્ટ થવું નહિ. જે જે કાર્યો કરવામાં આવે તે તે કાર્યોમાં આત્મજ્ઞાનીઓ આત્મધ્યેય ભાવષ્ટિને ધારીને પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ ઉચ્ચભાવના, ઉગ્નસંસ્કાર અને ઉચલક્ષ્યને ભાવીને ગમે તેવી બાહ્ય સ્થિતિમાં પણ આન્તરમાં ઉચ્ચ મહાન બનતા જાય છે. મહાનમાં મહાન ચક્રવર્તિ અને રંકમાં રંક મનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતા સ્વફરજદૃષ્ટિએ બને સમાન છે કારણ કે સ્વફરજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચકવર્તિને અદા કરવી પડે છે તેટલી દીનમાં દીન મનુષ્યને પણ સ્વશકત્યનુસારે સ્વાધિકારે સ્વફરજને અદા કરવી પડે છે. તેથી બન્ને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતા બને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે એમ બનેને પરમાત્મપદમાં સમાન હકક યા સમાન સ્વાતંત્ર્ય છે. જ્ઞાનીઓ આવી કર્તવ્ય કર્મસ્થિતિનું પરિપાલન કરતા છતા વિશ્વશાલામાં અને નેક ગુણોને અનુભવ પ્રાપ્ત કરે છે અને હવૃત્તિની સાથે યુદ્ધ કરીને અનુભવદશાને પામે છે; અએવ જ્ઞાનિમનુષ્યને કર્તવ્ય કા
ની પ્રવૃત્તિ કરવાને સૂચના કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહેલા આત્મજ્ઞાનીઓએ સદા દેશકાલના અનુસારે ઉન
For Private And Personal Use Only