________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
માટે અર્થાત્ આત્મગુણહાનિને માટે થતી નથી. પરં'તુ જે ભાજનાદિ પ્રવૃત્તિયેા ઉલટી નિર્જરાર્થ. કર્મ ખેરવવાને શક્તિમાન થાય છે. પ્રારધ કર્મચાગે ખાતા. પીતા અને બાહ્ય વ્યવહારાદિ કર્તાને કરતા છતા આત્મજ્ઞાની કર્મની નિર્જરાને કરે છે. દેશસેવા. ધર્મસેવા. સધસેવા જાતિસેવા. પ્રાણીસેવા. સમાજ સેવા. કુટુંબ સેવા આદિ અનેક કર્તવ્ય કાર્યોને કરતા છતા આત્મજ્ઞાની અનેક કર્મોની નિર્જરાને કરે છે. જ્યારથી આત્મજ્ઞાન થાય છે ત્યારથી આત્મજ્ઞાનીની સર્વ પ્રવૂનિયા પરોપકારાદિ માટે અને કૃતકર્મ નિર્જરાર્થ થાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અન્ને આત્મજ્ઞાની હતા તેથી ખન્નેની લગ્નાદિ પ્રવ્રુત્તિયાથી મૃતકર્મની નિર્મલ પરિણામે મુક્તિ થઈ. આત્મજ્ઞાની સર્વ કાર્યોંમાં સંબંધોમાં અને પ્રવૃત્તિચામાં સાક્ષીભૂત થઇને વર્તે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિયામાં આત્માની સવળી પરિણતિ ધારણ કરીને કમથી મુક્ત થતા જાય છે. ભરતરાજા ષટ્યુંડનું રાજ્ય કરતા હતા પરન્તુ તે રાજ્યના કર્તા છતાં શુદ્ધ નૈૠયિક દૃષ્ટિથી પેાતાને રાજ્યાદિના કર્તા માનતા નહાતા. તથા તે વક્તા હતા છતાં અન્તર્ સૃષ્ટિથી જે જે વાતા હતા તેમાં અહંત્વાદિવૃત્તિથી નિમુક્ત હતા તેથી માન હતા. બાહ્યક્રિયાઓને કરતા છતાં શુદ્ધ નિશ્ચયનય દૃષ્ટિએ અક્રિય હતા. તે દેહમાં રહેવા છતાં પોતાના આત્માને દેહાદિથી ભિન્ન માનીને શુદ્ધનિશ્ચય ષ્ટિથી અન્તમાં અદેહવાન તરીકે પોતાને અનુભવતા હતા અને પ્રારબ્ધ કર્મયોગે પુત્ર, પુત્રી, કલત્રાના વ્યવહાને સંસારદશા પ્રમાણેના સ્વાધિકાર ચલવતા હતા. ભાજનાદિ પ્રવૃત્તિયાને કરતા હતા છતાં અન્તમાં તેમાં સ્વત્વ નહિ માનતા હાવાથી તે અલ્પ કર્મબંધ અને બહુ નિર્જશ કરતા કરતા છેવટે આદર્શજીવનમાં આત્મભાવના ભાવી કેવળ જ્ઞાન પામી અનેક જીવેાને ઉપદેશ દઇ મુક્તિપદ પામ્યા. રાગદ્વેષના પરિણામ વિના ખાદ્ય કાર્યોને કરતાં છતાં અને પ્રારબ્ધ વેઢતાં છતાં કર્મની નિર્જરા થાય છે એમ અધ્યાત્મશાસ્ત્રોના અનુભવથી સત્ય સિદ્ધાંત તરીકે ઉપર્યુક્ત ક્ષેાક ભાવાર્થ અવમેધાય છે. આત્મજ્ઞાનીએ વ્યવહારદાના અધિકાર પ્રમાણે આવશ્યક કાર્યેા કરવાને કદાપિ પાછી પાની કરતા નથી. અધ્યાત્મ
For Private And Personal Use Only