________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્માને કર્મથી બાંધવાને સમર્થ થતા નથી વા જગતના પદાર્થોમાં શુભાશુભની વૃત્તિ વિના તેના સંબંધમાં આવ્યા છતાં અને તેઓને ઉપયોગમાં લીધા છતાં તેઓ કંઈ આત્માને બાંધવામાટે સમર્થ થતા નથી. જગમાં આત્મજ્ઞાનથી સ્વાત્માને નિર્મળ પરિણતિએ પરિણાવતાં પશ્ચાત શુભાશુભ જે જે બાહ્ય વ્યવહાર મનાયલાં કાર્યો છે તે કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતાં નથી. જગની બાહ્ય દષ્ટિએ જે શુભાશુભ કાર્યો મનાયલાં છે તે શુભાશુભ દ્રષ્ટિને ત્યાગ કરીને શુભાશુભવૃત્તિથી અતીત થએલ મનુષ્ય તે તે કાર્યોને જગની વ્યવહાર દૃષ્ટિએ આવશ્યકતરીકે માનીને કરે તે તેમાં તે બંધાતું નથી એમ આત્મધ્યાનમાં રમણતા કરતાં અનુભવ આવે છે અને પશ્ચાત્ બાહ્યમાં શુભાશુભ વૃત્તિથી જે શુભાશુભ મનાયલું હોય છે તે ટળવાની સાથે આત્મા પ્રારબ્ધથી બાહ્યકર્તવ્યને કરતે છતે પણ અકર્તા ગણાય છે અને બાહ્ય પદાર્થોને ભેગે પગ કરતે છતે પણ તે આન્તરદષ્ટિએ અભેગી ગણાય છે. વસ્તુતઃ આન્તરદષ્ટિ પ્રમાણે જે પ્રવૃત્તિ થાય છે તે યથાગ્ય ગણાય છે. આત્મજ્ઞાનીઓ ગૃહસ્થાશ્રમમાં વર્ણ કર્માનુસારે પ્રારબ્ધયેગે બાહ્ય લૈકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને કરે છે પરંતુ તેઓ આત્મધ્યાન પ્રભાવથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અબંધક, અર્જા અને અભક્તા રહીશકે છે. શ્રેણિક, કૃષ્ણ અને ભરત વગેરેની સમ્યક્ત્વષ્ટિની અપેક્ષાએ તેવી દશા હતી અને પ્રમત્ત અને અપ્રમત્ત સાધુઓને તેઓના ત્યાગાશ્રમના કર્તવ્યકાર્યો કરતાં છતાં અકર્તા, અભક્તા અને અબંધક રહીને ઉપરનાં ગુણરથાનકેને પ્રાપ્ત કરે છે એમ આન્તરદષ્ટિએ વ્યાવહારિક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને વિવેક કરતાં અવબોધાશે. અબંધક, અભક્તા અકર્તા એવી આત્મદશાને અનુભવ થાય અને બાહ્ય કર્તવ્યકાર્યો કરતાં છતાં એવી દશા રહે તે માટે આત્મધ્યાન ધરવાની આવશ્યક્તા છે અને પ્રતિદિન મનુષ્યએ આત્મધ્યાન ધરવું જોઈએ. પરમાત્માને હૃદયમાં મરવા એ ભક્તિ છે. નિર્મલ પરિણામ રાખવા એ ચારિત્ર છે. આત્મધ્યાન ધરવું એ ચારિત્ર છે. પરમાત્મસ્મરણાદિવડે કર્તવ્ય કર્મો કરતાં છતાં આત્મા અબંધક રહે છે માટે તેની પ્રાપ્તિપૂર્વક આવશ્યક
For Private And Personal Use Only