________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી તે ભયથી કેઈના સ્વામું દેખવા લાગ્યું નહિ. પરિપૂર્ણ સ્વકાર્ય સાધ્ય ઉપયોગથી ચાટું પસાર કરવા લાગે અને સંપૂર્ણ તલપાત્ર જેવું હતું તેવું રાજાની પાસે લાવીને મૂકહ્યું. રાજાએ સિપાઈને પૂછી જરા માત્ર પણ તેલ ન ઢળ્યું તેની ખાત્રી કરી લીધી. રાજાએ નાસ્તિકને પૂછ્યું. તેલભતપાત્રને ઢળ્યા વિના કેવી રીતે લાવી શક્યા? તેના ઉત્તરમાં નાસ્તિકે કહ્યું કે મૃત્યુના ભયથી મારું મન જે કાર્ય કરવાનું હતું તેમાં રહ્યું અને મારી આંખોએ અન્ય વસ્તુઓને નિરીક્ષી નહિ. મૃત્યુના ભયથી મનને સ્વસાધ્ય કાર્યમાં રાખીને અત્ર હું આવી શ. રાજાએ નાસ્તિકને કહ્યું કે અરે નાસ્તિક! જે તું એતાવમાત્ર મૃત્યુભીતિથી મન સ્થિર રાખીને પેલું કાર્ય કરી શક્યા તે જેઓએ અનન્ત જન્મમરણથી ભય પામી ચારિત્ર અંગીકાર કર્યું છે તેઓ કેમ વિષને જીતી ન શકે અને મનને ધર્મમાં લયલીન ન કરી શકે? અર્થાત્ અનન્ત મૃત્યુ દુઃખમાંથી વિમુક્ત થવાને તેઓ વિષયને છતી મનને વશ કરી શકે છે. અભ્યાસબળથી મનને જીતી શકાચ છે. આ પ્રમાણે રાજાના યુક્તિયુક્ત સદુપદેશથી નાસ્તિકની મતિ ઠેકાણે આવી અને તે રાજાને કથવા લાગ્યું કે હે રાજન! તમારા ઉપદેશથી અને મેં કરેલા કાર્યથી અનુભવ થાય છે કે સાધુએ દશ્ય, રમણીય વિષયમાં મનને ન જવા દે અને મનને વશ કરી શકે જ. મારી થએલી ભૂલ કબૂલ કરીને આજથી હું આસ્તિક બનું છું. આ ઉપરથી સારાંશ લેવાને એ છે કે જે કાર્ય સાધ્યભૂત ગણેલું હોય છે તેના ઉપગમાં રહેવાથી તે કર્તવ્ય કાર્યની પેલા નાસ્તિકને રાજાએ પેલા કાર્યની પેઠે સિદ્ધિ કરી શકાય છે. કાર્યસાએ પગથી પ્રત્યેક મનુષ્ય લિકિક અને લેકર આવશ્યક કાર્ય કરવું જોઈએ. લૈકિક વ્યવહારે અને લોકેત્તર વ્યવહારે જે કર્તવ્ય કાર્ય કરવાથી ન્નતિ થાય તે કાર્ય કરવું જોઈએ. જે કાર્યથી સ્વામેનતિ અને પરેનતિ ન થતી હેય તેને કરવાની જરૂર નથી. - જે જે સ્વાત્માવડે કાર્યો કરવામાં આવતાં હોય તેથી ન્નતિ થાય છે કે કેમ? તેને વિચાર કરે જોઈએ. દેશન્નતિ, વિદ્યાન્નતિ, ક્ષાત્રકર્મોન્નતિ, વિશ્વકર્મોન્નતિ, કર્મોન્નતિ અને સમષ્ટિની ઉન્નતિ.
For Private And Personal Use Only