________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ર
શકે એવી કાર્યપ્રવૃત્તિને સ્વાધિકારે સ્વતંત્રપણે સેવી શકે છે. જે મનુષ્ય સ્વયાગ્ય કર્ત્તવ્યાધિકાર અવમેધતા નથી તે દેશ, સમાજ અને સંઘનુ શ્રેય: સાધી શકતા નથી અને તેમજ તે ધામિક પ્રવૃત્તિદ્વારા પરમાત્મપદને પણ સાધી શકતા નથી. દેશમાં, સમાજમાં સ્વાધિકાર ભિન્ન કર્તવ્યપ્રવૃત્તિના ચેાગે ગરબડ, ધાંધલ થાય છે. મરચાએ મરચાની સ્વાભાવિક ગુણકર્મપ્રવૃત્તિનો ત્યાગ ન કરવા જોઇએ અને મીઠાએ પોતાની સ્વાભાવિક કર્મપ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ. રાજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને સેવવી જોઇએ અને પ્રજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ. મનુષ્યમાત્ર સ્વાત્માન્નતિ કરવાને અધિકારી છે. પ્રત્યેક મનુષ્ય સ્વશક્તિ સ્થિતિના અનુસારે ભિન્ન ભિન્ન કર્તવ્યસ્વાધિકારે ભિન્ન ભિન્ન કાર્યપ્રવૃત્તિને સેવે છે. તેમાં પરસ્પર કોઈની પ્રવૃત્તિમાં કોઈએ વિદ્ઘ ન નાખવું જોઇએ. કોઇ સ્વાધિકારે કર્તવ્યક્રિયાથી ચૂકતા હોય તેા તેને દલીલાપૂર્વક સમજણ આપવી જોઈએ અને તેના કાર્યમાં સાહાષ્ય કરવી જોઇએ, ઇત્યાદિ પ્રસંગોપાત્ત અવાધીને પ્રત્યેક મનુષ્યે સ્વાધિકારે કર્તવ્યકાર્યપ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારભિન્ન પ્રવૃત્તિને ત્યાગ કરવા. અવતરણ—કર્તવ્યકાર્યની પ્રવૃત્તિની મુખ્ય દિશા જણાવવામાં
આવે છે
|| જોર્જ ॥ यत्कर्मकरणाद्यस्य, स्वात्मोन्नतिः प्रजायते । कर्तव्यं कर्म तत्तेन, कार्यसाध्योपयोगतः ॥ ७७৷৷ શબ્દાર્થજે કર્મ-કાર્ય કરવાથી જેની સ્વાત્માન્નતિ થાય છે તેણે તે કર્તવ્યકાર્યને કાર્યસાય પયોગથી કરવું જોઇએ.
વિવેચનકાર્ય જે સાધ્યભૂત છે તેના ઉપયાગથી કર્તવ્યકાર્યો કરતાં અનેક ભૂલોથી ભ્રષ્ટ થવાતું નથી. તે ઉપર તેલપાત્રધારકનુ ઢાન્ત નીચે પ્રમાણે કહેવામાં આવે છે. એક નગરમાં ધર્મ, અર્થ, કામ, અને મા એ ચાર વર્ગનું આરાધન કરનાર રાજા રાજ્ય કરતા હેતા તેના નગરમાં એક નાસ્તિક મનુષ્ય રહેતા હતા તે દરરોજ
For Private And Personal Use Only